Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020

કોરોના સંદર્ભે નિરાશામાં ડૂબેલા લોકોને ફિલ-ગુડ કરાવવા દેશભરના આર્ટીસ્ટો મેદાને

રેડ, ગ્રીન અને ઓરેન્જ થીમ પર કલાકૃતિ મેળવી અદભૂત પ્રદર્શન યોજાશે : હથીયારધારી એકમોના સૌરાષ્ટ્ર-કચ્છના આઇજી અજયકુમાર ચૌધરીને તેઓની કલાકૃતિ મોકલવા આમંત્રણ પાઠવાયું

રાજકોટ, તા., ૧૩: કોરોના વાયરસ સંદર્ભે દેશ-વિદેશમાં ફેલાયેલ ભય અને નકારાત્મક વાતાવરણમાં લોકોને 'ફિલગુડ' કરાવવાનો આર્ટીસ્ટોનો ખાસ ધર્મ હોવાથી જાણીતી જીનીપીઆઇઆર્ટ સંસ્થાના ડાયરેકટર ગીરીરાજ કેડીયા દ્વારા દેશભરના કલાકારો અને ફાઇન આર્ટસના સ્ટુડન્ટો માટે ઓનલાઇન ચિત્રો મોકલી અને આ ચિત્રોના દેશવ્યાપી પ્રદર્શનો યોજી લોકોના મુરજાયેલા ચહેરા પર ખુશીનુ લહેરખી આવે તે માટે પોતાનું યોગદાન આપવા અપીલ કરી અને તે માટેનું પ્લેટફોર્મ પણ પુરૂ પાડયું છે.

દેશ-વિદેશોમાં જેમના અદભુત ચિત્રોના પ્રદર્શન યોજાઇ છે અને તાજેતરમાં જ જર્મનની વિખ્યાત ગેલેરી દ્વારા ચિત્ર મોકલવા આમંત્રણ  અપાયેલ તેવા સિનીયર આઇપીએસઅને હથીયારધારી એકમોના સૌરાષ્ટ્ર-કચ્છનો હવાલો ધરાવતા આઇજી અજયકુમાર ચૌધરીને પણ તેઓની કલાનું પ્રદર્શન કરી વિદ્યાર્થીઓને તથા કલા જગતને પ્રોત્સાહીત કરવા વિનંતી પત્ર પણ પાઠવવામા આવ્યો છે.

રેેડ-ગ્રીન અને ઓરેન્જ કે કોરોનાનાને કારણે અલગ રીતે પ્રચર્લીત બને છોે. તેની થીમ આધારીત આ પ્રદર્શન યોજાશે અને જેમાં દેશભરના કલાકારો પોતાની કૃતિઓ રજુ કરશે આ માટે ઇનામો પણ રાખવામાં આવ્યા છે. કલાકારોને પણ આ મહામારીના સમયમાં યોગદાન આપ્યાનો સંતોષ પ્રાપ્ત થાય તેવો હતુ હોવાનું જીનપીના ડાયરેકટર ગીરીરાજ કેેડીયાએ અકિલાને જણાવ્યું છે.  આ સ્પર્ધામાં ર૦ મી મે સુધી પોતાની કૃતિઓ મોકલી શકાશે તેમ વિશેષમાં જણાવ્યું છે.

(12:14 pm IST)