Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020

ગુજરાત હાઈકોર્ટે શ્રમિકોની દયનીય સ્થિતિની સુઓ-મૉટો નોંધ લીધી

અમદાવાદ : ગુજરાત હાઈકોર્ટે રાજ્યમાં પરપ્રાંતીય શ્રમિકોની દયનીય સ્થિતિની સ્વતઃ નોંધ (સુઓ-મૉટો) લીધી છે અને રાજ્ય સરકારને સૂચના છે. જેને વિખેરવા માટે પોલીસે લાઠીચાર્જ અને ટિયરગેસનો ઉપયોગ કરવો પડ્યો હતો.

રાજ્ય સરકાર દ્વારા શ્રમિકો પાસેથી વતન જવા માટે ટ્રેનનું ટિકિટભાડું વસૂલવા મુદ્દે પણ વિવાદ થયો હતો.

ગુજરાત સરકારનું કહેવું છે કે 'અન્નબ્રહ્ય' યોજના હેઠળ પરપ્રાંતીય શ્રમિક પરિવારોને અનાજ આપવામાં આવી રહ્યું છે.

આ સિવાય લૉકડાઉનની વચ્ચે શ્રમિકોને ભોજન મળી રહે તે માટે રાજ્ય સરકાર, સ્થાનિક સ્વરાજ્યના એકમો તથા ખાનગી સંસ્થાઓ દ્વારા 'રાહત રસોડાં' ચલાવવામાં આવી રહ્યા છે, જેમાં લાખોની સંખ્યામાં ફૂડપૅકેટનું વિતરણ કરવામાં આવ્યું છે.

(10:17 pm IST)