Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020

સમાજ અમારી કદર કરે છે એજ અમારો પુરસ્કાર: રાજપીપળા ટી.આર.બી.જવાનોનો ઉત્સાહ

ટ્રાફીક જવાનોની કામગીરીને બિરદાવતા ગાયત્રી પરિવાર અને માનવ સેવા સંસ્થા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા શહેર ટ્રાફિક બ્રિગેડ વિભાગના પોલીસ અધિકારી કે.એલ ગળચરે એક વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે રાજપીપળાની સેવાભાવી સંસ્થાઓ અને લોકો કે જે સેવાનિષ્ઠ જવાનો પ્રમાણીકતાથી કોરોનાની પરિસ્થિતિમા ખડેપગે ફરજ બજાવે છે એમની કદર કરેછે અને પ્રોત્સાહીત કરે છે.એજ અમારા જીવનનો અણમોલ પુરસ્કાર છે.

  ગાયત્રીપરિવાર ટ્રસ્ટ રાજપીપળાના પ્રમુખ ટ્રસ્ટી ભરત ભાઈ વ્યાસ અને સાંઈ માનવ સેવા ગૃપના પ્રમુખ જનકભાઈ મોદી દ્વારા રાજપીપળા શહેરમા ફરજ બજાવતા ટી.આર.બીના એકાવન ટ્રાફિક જવાનોની કામગીરીને વધાવવા માટે રુપિયા ૫૧નો રોકડ પુરસ્કાર અને અનાજ તથા સાડીની કીટ આપવામાં આવી હતી.

 આ પ્રસંગે ગીતા બહેન નામના TRB ના સેવા નિષ્ઠ કર્મચારી બહેને જણાવ્યું હતું કે સાહેબ આ ગીફટ ખરેખર જેમને જરુર હોય તેમને આપશો તે પણ અમારી ફરજ નિષ્ઠા છે. જેના પ્રત્યુતરમા સેવાર્થીઓઓ એ જણાવ્યું હતું કે બહેન આ સ્મૃતિ ભેંટ છે, આપ સ્વિકારશો તો અમને આપનો આ કપરી કામગીરીને બિરદાવી રહેલ છે તેનો આનંદ એટલો જ રહેશે.આવાં કપરાં સમયે બીજાઓને મદદરૂપ બનવાની આ બહેન ની આત્મીય લાગણી ને સો સલામ

(9:47 pm IST)