Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020

ઉકાઇ થર્મલ પાવર સ્ટેશનમાં CISF ના જવાનનો આપઘાત

સબ ઇન્સ્પેકટર અશ્વિની કુમારે ખુદને લમણે ગોળી મારી: છેલ્લા ઘણા સમયથી ચાલી રહી હતી ડિપ્રેશનની સારવાર

તાપી : ઉકાઇ થર્મલ પાવર સ્ટેશનમાં કરૂણ ઘટના બની. અહીં ફરજ બજાવતા સીઆઇએસએફના સબ ઇન્સ્પેકટર અશ્વિની કુમારે આપઘાત કરી લેતા ચકચાર મચી છે. છેલ્લા ઘણા સમયથી સીઆઇએસએફના જવાન અશ્વિનીકુમારની ડિપ્રેશનની સારવાર ચાલી રહી હતી જેથી તેણે કંટાળીને તેના સાથી સબ ઇન્સ્પેકટરની સર્વિસ રિવોલ્વર લઇને બાથરૂમમાં જઇને લમણે ફાયર કરી નાખ્યું. જેમાં તેમનું મોત થઇ જતા ઉકાઇ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(9:42 pm IST)