Gujarati News

Gujarati News

News of Monday, 13th May 2019

આણંદ રેલવે સ્ટેશન નજીકથી મોબાઈલની ચોરી થતા પોલીસ ફરિયાદ

આણંદ:શહેરના રેલવે સ્ટેશન સામેથી રજનીભાઈ ઈશ્વરભાઈ શર્મા (રે. હાલ ઉત્તરસંડા, મુળ વાંઠવાળી, મહેમદાવાદ)ની પુત્રી માનસી ગત ૧૯મી તારીખના રોજ પોતાનું એક્ટીવા લઈને આણંદના રેલવે સ્ટેશનના પાર્કિંગમાં પાર્ક કરીને વડોદરા ગઈ હતી. ત્યાંથી પોણા પાંચેક વાગ્યાના સુમારે ટ્રેન મારફતે પરત ફરીને એક્ટીવા પાસે જઈ પોતાનો ફોન બેગમાં મુકી જઈ રહી હતી ત્યારે કોઈ શખ્સે મોબાઈલ ફોન કે જેની કિંમત ૧૪૯૦૦ રૂપિયાની થવા જાય છે તે ચોરી કરી લીઘો હતો. આ અંગે આણંદ શહેર પોલીસે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે. 

(5:43 pm IST)