Gujarati News

Gujarati News

News of Monday, 13th May 2019

પાટણામાં 53 વર્ષ પહેલા બનાવેલ બેરેજ ડેમ સુકાઈ જતા પાણીની અછત

પાલનપુર:પાટણમાં બારેમાસ બન્ને કાંઠે વહેતી સરસ્વતીના પાણીના પ્રવાહને રોકવા ૫૩ વર્ષ પહેલા બનાવેલ બેરેજ (ડેમ) આજ વરસાદી બેરેજ બની જવા પામ્યો છે. બન્ને કાંઠે સરસ્વતી સદાયે વહેતી રહેશે તેવા સ્વપ્ન સરકારે બતાવ્યા હતા પરંતુ જે ૨૪ ગામોને સિંચાઈનું પાણી પુરું પાડતો બેરેજ આજે પોતે પણ પાણી માટે તરસી રહ્યો છે અને પાણીના અભાવે વર્ષોથી સરસ્વતી સુકી ભટ્ટ ભાસી રહી છે.

સરસ્વતી નદીના કાંઠે વસેલા અણહીલ પાટણ નગરીના ભવ્ય ઈતિહાસ સાથે સંકળાયેલ સરસ્વતી પાટણમાં બારેમાસ વહેતી હતી અને સમગ્ર પંથકમાં હરિયાળી પાથરતી હતી. ત્યાર ેપાટણમાં વહેતી સરસ્વતીના જળને રોકવા માટે સરકાર દ્વારા ૧૯૬૫માં ૨૦૨.૬૨ લાખના ખર્ચે બેરેજ બનાવવાની કામગીરી શરૃ કરવામાં આવી હતી અને ૬ થી ૭ વર્ષ કામગીરી ચાલ્યા બાદ ૧૯૭૧-૭૨માં આ બેરેજ કાર્યરત થયો હતો ત્યારે સરસ્વતીના વહેતા પ્રવાહને રોકવાની કામગીરી શરૃ થઈ હતી અને સરસ્વતીમાં આવતા પાણીના પ્રવાહને રોકી યોગ્ય સમયે તેને નદીમાં છોડવામાં આવતા હતા.

(5:40 pm IST)