Gujarati News

Gujarati News

News of Monday, 13th May 2019

વાપીના પારડીમાં તસ્કરોનો તરખાટ: ત્રણ બિલ્ડિંગમાં તાળા તોડી ચોરી કરતા લોકોમાં ફફડાટનો માહોલ

વાપી:પારડી વિસ્તારમાં સક્રિય બનેલી તસ્કર ટોળકીએ એક જ રાત્રિમાં ત્રણ બિલ્ડિંગમાં આઠ ફલેટના તાળા તોડી કરતબ અજમાવતા લોકોમાં ગભરાટ જોવા મળે છે. એક શિક્ષકના સહિત બે ફ્લેટમાંથી રોકડા રૂ.૪ હજાર અને ૪ તોલા દાગીનાની ચોરી થઇ હતી. સીસીટીવીમાં ત્રણ શખ્સો કેદ થતાં પોલીસે ફૂટેજના આધારે તપાસ આદરી છે. 

પોલીસ સૂત્રો પાસેથી મળતિ વિગત મુજબ પારડી હાઇવે પર આવેલા શારદા કોમ્પલેક્ષના બી વિંગમાં પારડી આઇટીઆઇ કોલેજમાં ફરજ બજાવતા શિક્ષક હિતેશ પરભુભાઇ પટેલ પરિવાર સાથે રહે છે. 

(5:39 pm IST)