Gujarati News

Gujarati News

News of Monday, 13th May 2019

વડોદરામાં સરદાર એસ્ટેટમાં આવેલ ફેકટરીમાં આગ ભભૂકતા અફડાતફડી: કર્મચારીઓમાં નાસાભાગ જોવા મળ્યો

વડોદરા:વડોદરાના પૂર્વ વિસ્તારમાં આવેલા સરદાર એસ્ટેટ ખાતે આજે સવારે એક ફેક્ટરીમાં લાગેલી ભીષણ આગને કારણે કર્મચારીઓમાં નાસભાગ મચી હતી.

સરદાર એસ્ટેટ ખાતે હનુમાનજી મંદિરના ખાંચામાં આવેલી લેબોરેટરીના કાચના સાધનો બનાવતી સુપર સાયન્ટિફિક ગ્લાસ નામની કંપનીમાં આજે સવારે 11 વાગ્યાના અરસામાં ગ્રાઉન્ડ ફ્લોર પર પ્રોસેસીંગ કામ ચાલી રહ્યું હતું ત્યારે ઉપરના સ્ટોર રૂમમાં કોઈ કારણસર આગ લાગતા ધુમાડાના ગોટેગોટા નીકળવા માંડ્યા હતા.

કાચના સાધનો ઘાસ અને પુઠામાં પેકિંગ કરવામાં આવતા હોઈ આગ ઝડપથી પ્રસરી હતી અને ફાયર બ્રિગેડ આવે ત્યાં સુધી ઉપરનો ગોડાઉનનો ફ્લોર આગમાં પકડાઈ ગયો હતો.

(5:35 pm IST)