Gujarati News

Gujarati News

News of Monday, 13th May 2019

અમદાવાદના બાપુનગરમાં સગા મામાએ ચાર શખ્સો સાથે મળી ભાણિયાના અપહરણનો પ્રયાસ કરતા અરેરાટી

અમદાવાદ: શહેરના બાપુનગરમાં રહેતા યુવકનું તેના જ મામાએ ચાર શખ્સો સાથે મળીને કારમાં અપહરણ કરવાનો પ્રયાસ કર્યો હતો. બુમાબુમ થતા આરોપીઓ કાર લઈને ભાગી ગયા હતા. યુવકના માતા પિતા અલગ રહેતા હતા પરંતુ તે પિતા સાથે રહેવા આવી જતા મામાએ આ કૃત્ય કર્યું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું.

આ બનાવની વિગત મુજબ બાપુનગરમાં પટેલવાડીમાં અભિષેક કાંતિલાલ સોલંકી (૨૪) તેના પિતા સાથે રહે છે. સરસપુરમાં તેઆ પ્લાસ્ટિકની ફેક્ટરી ધરાવે છે. અભિષેકના પિતા કાંતિલાલ અને માતા શારદાબહેન વચ્ચે અણબનાવ બનતા અભિષેક ૨૦૧૨થી તેની માતા સાથે સુરત રહેતો હતો. જ્યારે તેના પિતા અમદાવાદ રહેતા હતા.છેલ્લા એક વર્ષથી અભિષેક તેના પિતા સાથે અમદાવાદમાં રહે છે. જોકે તેના માતાપિતાના છુટાછેડા થયા નથી.

(5:35 pm IST)