Gujarati News

Gujarati News

News of Monday, 13th May 2019

ગુજરાતની સિવિલ અદાલતોમાં ઉનાળુ વેકેશનઃ ૧૦ જુનથી કાર્યવાહી ફરી શરૂ થશે

રાજકોટ તા. ૧૩ : ગુજરાત સિવિલ અદાલતોમાં ઉનાળુ વેકેશન શરૂ થયું છે જે આગામી ૯ જુને પુરૂ થશે અને ૧૦મી જુને સિવિલ કોર્ટોની કાર્યવાહી રાબેતા મુજબ શરૂ થશે.

દર વર્ષે ઉનાળાની કાળઝાળ ગરમીમાંથી બચવા સિવિલ કોર્ટમાં બ્રિટીશ સરકાર સમયની ઉનાળુ વેકેસન પ્રથા ચાલી આવે છ.ે આ મુજબ દર વર્ષે ઉનાળાના સમયમાં મેની ૧૦ તારીખથી ૧૦ જુન સુધીનું એક માસ માટે વેકેશન પડતા સિવિલ કોર્ટની કાર્યવાહી એક માસ માટે વેકેશનના કારણે ચાલી શકશે નહી.

જો કે, અરજન્ટ પ્રકારની કોઇ કાર્યવાહી કરવાની પરિસ્થિતી પક્ષકારને ઉપસ્થિત થાય તો તે માટેની વ્યવસ્થા કરવામાં આવી હોવાનું કોર્ટ વર્તુળોમાંથી જાણવા મળે છ.ે

રાજકોટ સહિત સમગ્ર ગુજરાતભરમાં સિવિલ કોર્ટનું વેકેશન શરૂ થયેલ છે.

આગામી ૧૦ જુને ફરી સિવિલ કોર્ટોની કાર્યવાહી રાબેતા મુજબ ફરી શરૂ થઇ જશે.

(3:51 pm IST)