Gujarati News

Gujarati News

News of Monday, 13th May 2019

વાપી-સિલવાસામાં પૂ. ધીરગુરૂદેવની નિશ્રામાં સત્સંગ શિબિર

રાજકોટ તા. ૧૩ :.. શ્રી વાપી સ્થાનકવાસી જૈન સંઘ ખાતે રવિવારે સત્સંગ શિબિરમાં  મધર્સ ડે વિષે પૂ. શ્રી ધીરગુરૂદેવે જણાવેલ કે ઘરમાં બધાનું ધ્યાન રાખે છે. પણ બધા ભૂલી જાય છે કે 'મા' પણ એક 'મન' રાખે છે...!

વૃધ્ધાશ્રમોની વ્યવસ્થા કરતાંય મનમાં  'મા' ની વ્યવસ્થા કરાશે તો મા-બાપ અવશ્ય સચવાઇ જશે.

સાધ્વીજી પૂ. જયોતિબાઇ મ.સ. આદિ, શ્રમણ સંઘના પૂ. પૂજા જયોતિજી મ.સ.નું મિલન તેમજ ઘાટકોપર હિંગવાલાલેન, પવઇ, વિલેપારલે, સિલવાસા, રાજકોટ વગેરેના સંઘ પ્રતિનિધિઓએ પૂ. ગુરૂદેવની વૈયાવચ્ચ ભાવનાને બિરદાવી હતી. જીવદયા કળશનો શ્રી મોહનલાલજી ડાકલે અને પાલેજ ચતુર્વિધ સંઘ ભકિતનો સવા લાખની યોજનામાં વાપી સંઘે તેમજ સાતાકારી પાટનો ભાવિકોએ લાભ લીધેલ.

નવોદિત પ્રમુખ શૈલેષભાઇ સંઘવીનું સન્માન કરાયેલ. ચંદ્રકાંત કામદાર, લલિત કોઠારીએ સૂત્ર સંચાલન કરેલ. સંઘજમણ સંપન્ન થયેલ.

પૂ. ગુરૂદેવ સોમવારે સિલવાસા પધારતાં મહેન્દ્ર કટારીયા, વિજય ઠોસાણી, નારાયણ જૈન વગેરેએ સ્વાગત કરેલ. જીવદયા કળશનો સજ્જનસિંહ સુનીતકુમાર મુણોતે લાભ લીધેલ.

(3:51 pm IST)