Gujarati News

Gujarati News

News of Monday, 13th May 2019

ખાતરની પ૦ કિલોની બેગનું જ વેચાણ કરાશે, વજન ઓછુ હોય તો ભાવમાં સરભર કરાશે

કથિત કૌભાંડ સંદર્ભે જી.એસ.એફ.સી.ના ચેરમેનને બોલાવતા મુખ્યમંત્રી

રાજકોટ, તા.૧૩: ખાતરની બેગમાં ઓછા વજનના હોબાળાને પગલે સરકારે મહત્વપૂર્ણ નિર્ણય કર્યા છે. તે મુજબ હવે દરેક કેન્દ્ર પરથી પ૦ કીલોની બેગનું જ વેચાણ કરાશે. દરેક કેન્દ્ર પર વજનકાંટા મુકી દેવામાં આવ્યા છે. જો પ૦ કિલોથી ઓછું વજન હશે તો ખેડૂતો પાસેથી વજનના પ્રમાણમાં જ પૈસા વસુલાશે. જે ખેડૂતોને ઓછા વજનવાળી બેગ મળી છે તે તોડી નહિ હોય તો બદલી આપવાનું સરકાર વિચારશે. કથિત કૌભાંડ બાબતે તપાસ ચાલી રહી છે.

ખાતર કંપની જી.એસ.એફ.સીના એમ.ડીને સરવરે ગાંધીનગર બોલાવ્યા છે. મુખ્યમંત્રીના બંગલે બેઠક ચાલી રહી છે.

કૃષિ મંત્રી આર.સી.ફળદુએ નિર્દેષ કરેલ કે બે દિવસથી ખાતરની બેગની તપાસ થઇ રહી છે. રીપોર્ટ તૈયારી કરીને સરકારને સોંપાયા બાદ વેચાણ શરૂ કરવામાં આવશે.

(3:25 pm IST)