Gujarati News

Gujarati News

News of Monday, 13th May 2019

રાજ્યમાં ફરી ગરમીએ માથું ઉચક્યું : અમદાવાદમાં ત્રણ દિવસ તાપમાન ઉંચુ રહેશે : 20મી પછી ભુક્કા બોલાવશે

રાજકોટ અને અમદાવાદમાં તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર પહોંચ્યો

અમદાવાદ : રાજ્યમાં થોડા દિવસથી તાપ અને ઠંડા પવનોને કારણે ગરમીનો પારો નીચો હતો. હવે ફરી એકવાર ગરમીએ માથુ ઊંચક્યું છે. ગઇકાલે અમદાવાદમાં 41 ડિગ્રી જ્યારે રાજકોટમાં 41.9 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

 અમદાવાદમાં 41 ડિગ્રી સાથે સરેરાશ મહતમ તાપમાનમાં સામાન્ય કરતાં 1 ડિગ્રીનો ઘટાડો નોંધાયો. જ્યારે સરેરાશ લઘુતમ તાપમાન 27 ડિગ્રી નોંધાયું હતું. સામાન્ય રીતે અમદાવાદમાં મે મહિનામાં મહત્મ તાપમાન નોંધાતુ આવ્યું છે

     હવામાન વિભાગની આગાહી પ્રમાણે અમદાવાદમાં આગામી 3 દિવસ દરમિયાન 41 ડિગ્રી આસપાસ ગરમીનો પારો રહેશે. આગાહી તો એવી પણ છે કે 20 મે પછી ગરમીનો પારો 43 ડિગ્રીને પાર જવાની શક્યતાઓ છે

(1:57 pm IST)