Gujarati News

Gujarati News

News of Monday, 13th May 2019

રાજ્યમાં નબળા ચોમાસાની આગાહી : વરસાદ 35 દિવસ મોડો : 15 સપ્ટેમ્બર બાદ મેહુલિયો અનરાધાર વરસશે

સૂર્ય-મંગળની યૂતિના અંગારક યોગથી વરસાદની ખેંચ રહેશે : 20 ઓક્ટોબરે વરસાદ ગુજરાતમાંથી વિદાય લેશે

અમદાવાદ : વર્ષ 2018માં ગુજરાતમાં ઓછો વરસાદ પડ્યો હોવાના કારણે રાજ્યના અનેક જિલ્લાઓ પાણીની તંગીનો સામનો કરી રહ્યા છે. રાજ્ય સરકારે પાણીની અછતનો સામનો કરી રહેલા વિસ્તારોમાં પીવાનું પાણી પહોંચાડવાના પ્રયાસો હાથ ધર્યા છે. રાજ્યના લોકોને ચિંતા એ વાતની છે કે આ વર્ષે ચોમાસું કેવું રહેશે.

  હવામાન વિભાગ સિવાય ભડલીવાક્યો, ગ્રહ-નક્ષતોની યુતિ એન વનસ્પતિના લક્ષણોને આધારે પણ ચોમાસાની આગાહી કરવામાં આવે છે. આ બાબતોને આધારે કરવામાં આવેલી આગાહી નિરાશાજનક સમાચાર લાવી રહી છે. તેના આધારે એવી આગાહી કરવામાં આવી રહી છે કે આ વર્ષે ચોમાસું નબળું રહેશે. આ ઉપરાંત, ચોમાસું 15 જૂનને બદલે 20 જુલાઈએ ગુજરાતમાં આગમન કરશે.

  15 સપ્ટેમ્બર બાદ જ રાજ્યમાં સારો વરસા આ વર્ષે એવો વર્તારો છે કે ચોમાસાની શરૂઆતમાં જ વરસાદ ખેંચાઈ જશે. ગુજરાતમાં 15 જુલાઈથી મધ્યમસર વરસાદના યોગ છે. આ તારણ વરસાદના ગર્ભ, હુતાસણીનો પવન અને અખાત્રીજના પવનના આધારે કરવામાં આવી રહ્યો છે. વર્તારા મુજબ, 15 સપ્ટેમ્બર બાદ સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરમાં સારો વરસાદ પડી શકે છે.
  સૂર્ય-મંગળની યૂતિના અંગારક યોગથી વરસાદની ખેંચ થઈ શકે છે. આ વખતે ખેડૂતો માટે માઠા સમાચાર છે. વાવણીલાયક વરસાદ થાય તેમ નથી. ગુજરાતમાં 40-50 ટકા વરસાદ પડે તેવા યોગ છે. 20 ઓક્ટોબરે વરસાદ ગુજરાતમાંથી વિદાય લેશે.

   અત્રે ઉલ્લેખનીય છે કે કચ્છમાં આ વખતે સારો વરસાદ પડવાની શક્યતા દેખાઈ રહી છે. પણ સૌરાષ્ટ અને ઉત્તર ગુજરાતમાં મધ્યમ પ્રમાણમાં વરસાદ પડશે. જેઠ-અમાસમાં ચોમાસું નબળું રહેશે પણ ભાદરવામાં વરસાદ સારો રહેશે તેવું અનુમાન છે.

(1:43 pm IST)