Gujarati News

Gujarati News

News of Monday, 13th May 2019

મોડાસાના ખંભીસર ગામે ભારેલો અગ્નિ : ભારે પથ્થરમારો સરકારી વાહન સહિતના વાહનોને નુકશાન:ચુસ્ત બંદોબસ્ત

પીઆઇ,છ પીએસઆઇ અને 50થી વધુ કર્મચારીનો બંદોબસ્ત

મોડાસા તાલુકાના ખંભીસર ગામે અનુસૂચિત જાતિના યુવકના લગ્નનો વરઘોડો કાઢવા મામલે  ઘર્ષણ અને બબાલ થઇ હતી. સાંજે પથ્થરમારો થતાં 10થી વધુ લોકોને ઈજા થઈ હતી. કેટલાક પોલીસ કર્મચારીઓ પણ ઘાયલ થયા હતા. જેથી ત્યાં PI, 6 PSI અને 50થી વધુ કર્મચારીનો બંદોબસ્ત પુરો પાડયો હતો તંગદીલીભર્યા માહોલમાં જિલ્લાભરનો પોલીસ કાફલો ત્યાં ખડકી દેવાયો હતો

પથ્થરમારામાં બેન્ડ અને ડીજેમાં પણ તોડફોડ થઈ હતી. પોલીસના સરકારી વાહન ઉપરાંત અન્ય ત્રણ વાહનોને પણ નુકસાન ફરીથી પોલીસ બંદોબસ્ત સાથે વરઘોડો કાઢવામાં આવ્યો

(1:24 pm IST)