Gujarati News

Gujarati News

News of Monday, 13th May 2019

મોડાસાના ખંભીસર ગામે ફરીથી પોલીસ બંદોબસ્ત સાથે વરઘોડો નીકળ્યો

ગઈકાલે ઘર્ષણ અને બબાલ થતા સાંજે પથ્થરમારો થતાં 10થી વધુ લોકોને ઈજા થઈ હતી

  મોડાસા તાલુકાના ખંભીસર ગામે અનુસૂચિત જાતિના યુવકના લગ્નનો વરઘોડો કાઢવા મામલે રવિવારે ધણું જ ઘર્ષણ અને બબાલ થઇ હતી. સાંજે પથ્થરમારો થતાં 10થી વધુ લોકોને ઈજા થઈ હતી. કેટલાક પોલીસ કર્મચારીઓ પણ ઘાયલ થયા હતા

 . તંગદીલીભર્યા માહોલમાં જિલ્લાભરનો પોલીસ કાફલો ત્યાં ખડકી દેવાયો હતો. ખંભીસરમાં ડાહ્યાભાઈ પુંજાભાઈ રાઠોડના પુત્ર જયેશના લગ્નનો વરઘોડો રવિવારે બપોરે કાઢવા માટે પોલીસ બંદોબસ્ત મંગાયો હતો. તે ગામમાં આ પહેલા અનુસૂચિત જાતિના કોઈનો વરઘોડો નીકળ્યો ન હતો. આજે ફરીથી પોલીસ બંદોબસ્ત સાથે વરઘોડો કાઢવામાં આવ્યો હતો .

(1:21 pm IST)