Gujarati News

Gujarati News

News of Monday, 13th May 2019

અમદાવાદમાં ચોરીના આરોપી નિલેશ લોધાએ પોલીસ સ્ટેશનમાં જ આપઘાતનો કર્યો પ્રયાસ

સાઇડમાં મૂકેલું ફિનાઇલ પીને આપઘાતનો પ્રયાસ કરતા દોડધામ

અમદાવાદમાં ચોરીના ગુન્હામાં ઝડપાયેલા આરોપીએ પોલીસ સ્ટેશનમાં જ આપઘાતનો પ્રયાસ કરતા દોડધામ મચી જવા પામી હતી આરોપીને ઝડપી લઇને પોલીસ સ્ટેશનમાં લાવ્યા ત્યારે ગરમી હોવાનો કારણે તેને ગભરામણ થતાં પોલીસે પીએસઓ ટેબલ પાસે લાવી બેસાડ્યો હતો. આરોપીએ ત્યાં સાઇડમાં મૂકેલું ફિનાઇલ પીને આપઘાતનો પ્રયાસ કરતા પોલીસ દોડતી થઇ. બેદરકાર પોલીસે આખરે આરોપીને સિવિલ હોસ્પિટલ સારવાર માટે પહોચાડ્યો હતો.

  આ અંગેની વિગત મુજબ અમદાવાદની દરિયાપુર પોલીસે ચોરીના ગુનામાં નિલેશ લોધા નામના આરોપીને પકડ્યો હતો. આરોપીની ધરપકડ બાદ કાયદેસરની કાર્યવાહી કરી તેને લોકઅપમાં રાખ્યો હતો. પણ થોડા દિવસથી પડી રહેલી ભારે ગરમીને કારણે આરોપી નિલેશને લોકઅપમાં ગભરામણ થતી હતી. જેથી તેણે લોકઅપ પાસે હાજર પીએસઓ સુરસિંહ મહોબતસિંહને પેશાબ કરવા જવા માટે કહેતા તેને શૌચાલયમાં લઇ જવાયો. બાદમાં ફરી લોકઅપમાં મૂકી દેવાયો હતો. પણ પાંચ મિનીટ બાદ તેને ઉલટી થતી હોવાનો અવાજ પોલીસને આવતા ફરી તેને લોકઅપની બહાર કાઢ્યો હતો. આરોપીએ પોતાને ગભરામણ થાય છે તેવી ફરિયાદ કરતા તેને પીએસઓ ટેબલ પાસે ખુલ્લી જગ્યામાં બેસાડ્યો હતો.

(11:16 pm IST)