Gujarati News

Gujarati News

News of Monday, 13th May 2019

બનાસકાંઠા પેરોલ ફરલો સ્ક્વોડે પ્રોહી,ના ગુન્હામાં છેલ્લા બે વર્ષથી વોન્ટેડ બે આરોપીને ઝડપી લીધા

બનાસકાંઠા:બનાસકાંઠા પેરોલ ફરલો સ્ક્વોડે પ્રોહી,ના ગુન્હામાં છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા બે આરોપીઓને  ઝડપી લીધા છે સરહદી રેન્જ ભુજ મહે.આઈજીપીની સુચન મુજબ રાજ્ય બહારના નાસતા ફરતા આરોપીઓ પકડવા સારું આપેલ ડ્રાઈવ અંતર્ગત બનાસકાંઠા પોલીસ અધિક્ષક પ્રદીપ શેજુળની સૂચના આધારે પો.સબ.ઇન્સ.પેરોલ ફરલો સ્કોડ એમ.કે.ઝાલાની સૂચના માર્ગદર્શન મુજબ એ.એસ. આઇ ઐયુબખાન, પ્રવિણસિંહ, કિરણસિંહ હેડ કો. મહેન્દ્રસિંહ, વિનોદભાઈ શૈલેષ ભાઈ તેમજ પો.કોન્સ રાજુભાઇ એ રીતેના પોલીસ સ્ટાફ દાંતા મુકામે નાસતા ફરતા તથા પેરોલ ફરલો ફરારી આરોપીઓ ની તપાસમાં હતા.

  દરમ્યાન બાતમીના આધારે દાંતા પો.સ્ટે પ્રોહી.ગુ.ર.નં.૫૨૬૬/૨૦૧૭ પ્રોહી કલમ ૬૫ ઇ મુજબના ગુન્હાના કામે છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપી મીનાભાઈ ઉર્ફે સુરમાભાઈ બધાભાઈ વડેરા )રહે પીપલાવાળી વાવ તા.દાંતા) અને માલાભાઈ કેવલાભાઈ બુમબડીયા (રહે વડવેરા તા.દાંતા)ને  પકડી પાડી ગુના લગત આગળની કાર્યવાહી કરવા સારું દાંતા પો.સ્ટે. સોંપવામાં આવ્યા હતા.

(8:43 pm IST)