Gujarati News

Gujarati News

News of Tuesday, 13th April 2021

રતાપનગર ગામમાં માસ્ક વિના એકઠા થયેલા પાંચ વ્યક્તિઓ વિરુદ્ધ આમલેથા પોલીસે ગુનો દાખલ કર્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નાંદોદ તાલુકાના પ્રતાપનગર ગામમાં માસ્ક વગર ભેગા થયેલા પાંચ વિરુદ્ધ પોલીસે કાયદેસર કાર્યવાહી કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર પ્રતાપનગર ગામે આવેલ વડના ઝાડ નીચે ઓટલા ઉપર જાહેરમાં માસ્ક પહેર્યા વગર બિનજરૂરી ભેગા થઈ બેસી રહેલાં પ્રતિકભાઇ સુરેશભાઇ વસાવા,રહે.ભીલવાડા તા.નાંદોદ, દિલીપભાઇ પ્રથમભાઇ વસાવા,રહે.ભીલવાડા તા.નાંદોદ,રવિભાઇ રમેશભાઇ વસાવા,રહે.ભીલવાડા, દિલીપભાઇ રાજુભાઇ વસાવા રહે.ભીલવાડા તથા કુલજીભાઇ નથુભાઇ ચાવડા રહે. અકવાડા તા.નાંદોદ વિરુદ્ધ જાહેરનામા ભંગનો ગુનો દાખલ કર્યો છે.

(10:39 pm IST)
  • રાજકોટની ખાનગી કોવિડ હોસ્પિટલમાંથી અમુક સ્થાને રેમડેસીવીર ઈન્વજેકશન અંગે ફરીયાદો આવતા અને બારોબાર વ્હેંચી નાખતાની રાવ ઉઠતા કલેકટર આજ સવારથી તમામ હોસ્પિટલમાં તૂટી પડ્યા : દરોડાનો દોર : ક્રોસ ચેકીંગ કરી સાંજ સુધીમાં રીપોર્ટ કરવા આદેશો access_time 12:11 pm IST

  • રાજકોટના જેતપુર ST વિભાગમાં છેલ્લા 10 દિવસમાં 18 કર્મીઓ કોરોના સંક્રમિત થયા : ડેપો મેનેજર, ATI, 7 ડ્રાઈવર અને 4 કંડકટર સહિત તમામ લોકોને કરાયા આઈસોલેટ access_time 11:40 pm IST

  • કેરળમાં ખાલી પડેલી રાજ્યસભાની 3 સીટ ઉપર 30 એપ્રિલના રોજ ચૂંટણી : હાઇકોર્ટે ધારાસભાનું સત્ર 2 મે ના રોજ પૂરું થતું હોવાથી ત્યાર પહેલા ચૂંટણી યોજવાનો આદેશ કર્યો હતો access_time 12:53 pm IST