Gujarati News

Gujarati News

News of Tuesday, 13th April 2021

રાજપીપળા ત્રણ દિવસ સ્વૈચ્છિક બંધ ની જાહેરાત બાદ મંગળવરે સજ્જડ બંધ રહ્યું

મેડિકલ સ્ટોર, દૂધ ડેરી, પેટ્રોલ પમ્પ સિવાયની તમામ દુકાનો બંધ : શાક માર્કેટ પણ એકદમ બંધ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા :રાજપીપળા શહેરમાં સતત વધતા કોરોના ના કેસોને ધ્યાને લઇ અધિકારીઓ અને વેપારીઓ વચ્ચે એક મિટિંગ બાદ રાજપીપળા શાક માર્કેટ અને તમામ દુકાનો ત્રણ દિવસ સ્વૈચ્છીક સ્વયંભૂ બંધ રાખવા વેપારીઓએ ખાતરી આપ્યા બાદ આજે મેડિકલ સ્ટોર ,દૂધ ડેરી,પેટ્રોલ પમ્પ સિવાયની તમામ દુકાનો બંધ જોવા મળી હતી સાથે સાથે શાક માર્કેટ પણ એકદમ બંધ રહેતા શહેરમાં ફક્ત વાહનો અને રાહદારીઓ ફરતા નજરે પડ્યા હતા. આવી વિકટ સ્થિતિ માંથી બચવા સૌ ભેગા મળી આ રીતે સહિયારો પ્રયાસ કરશે તો આવનારા દિવસો માં કોરોના જરૂર ધીમો પડશે.

(10:35 pm IST)
  • ઉત્તર પ્રદેશમાં કોરોનાએ કાળોકેર વર્તાવ્યો : રાજ્યના 12થી વધુ આઈએએસ અધિકારીઓ કોરોના સંક્રમિત : સીએમ કાર્યલયમાં પણ કોરોના ઘુસ્યો : યોગી આદિત્યનાથની ઓફિસમાં કેટલાક અધિકારીઓ અને કર્મચારીઓને કોરોના વળગ્યો access_time 1:03 am IST

  • અમદાવાદ સોની મહાજન વેપારીઓ બંધ પાળશે : અમદાવાદ સોની મહાજન વેપારીઓએ ૧૭ અને ૧૮ એપ્રિલના રોજ સ્‍વયંભુ બજાર બંધ રાખવાનો નિર્ણય લીધો છે : સોની મહાજન કારોબારીમાં સર્વાનુમતે આ નિર્ણય લેવાયો access_time 1:10 pm IST

  • ડાકોર મંદિર આવતીકાલથી બંધ : ડાકોર ટેમ્‍પલ કમીટીએ એક ઠરાવ કરી આવતીકાલથી અચોક્કસ મુદત સુધી ડાકોર મંદિરના દ્વાર દર્શનાર્થીઓ માટે બંધ કરી દેવાયા છે access_time 1:10 pm IST