Gujarati News

Gujarati News

News of Tuesday, 13th April 2021

અમદાવાદ મનપાનો મહત્વનો નિર્ણય : જરુરીયાતમંદ કોવિડદર્દીને ખાનગી હોસ્પિટલમાં સારવાર મળશે :20 ટકા બેડ રિઝર્વ રખાશે

કરાર કરેલ ખાનગી હોસ્પિટલમાં 108 દ્વારા 20 ટકા બેડ ક્વોટામાં ભરાશે: જો કોઈ હોસ્પિટલ દર્દીને દાખલ કરવાની ના પાડે કે એડવાન્સમાં પેમેન્ટ માંગણી કરશે તો કાર્યવાહી થશે

અમદાવાદ મહાનગર પાલિકાએ મોટો નિર્ણંય કર્યો છે, પ્રાઇવેટ કોવિડ હોસ્પિટલમાં AMC કોટામાં 20 ટકા બેડ રિઝર્વ રાખવામાં આવશે. ગરીબ અને મધ્યમ વર્ગના લોકો 108માં ફોન કરી આ હૉસ્પિટલમાં દાખલ થઇ શકશે. શહેરમાં 147 ખાનહી હોસ્પિટલ કોવિડ ડેઝગ્નેટેડ છે.

 વધુમાં કરાર કરેલ ખાનગી હોસ્પિટલમાં 108 દ્વારા 20 ટકા બેડ ક્વોટામાં ભરાશે અને જો કોઈ હોસ્પિટલ દર્દીને દાખલ કરવાની ના પાડે  કે એડવાન્સમાં પેમેન્ટ માંગણી કરશે તો કાર્યવાહી થશે તેમ જાણવા મળ્યું છે

અમદાવાદમાં કોરોના વાયરસના કેસો વધતા દર્દીઓની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે ગતરોજ અસારવા સિવિલ ફુલ થઈ હતી અને આજે સોલા સિવિલ હાઉસફુલ થઈ જતા તંત્રની ચિંતામાં વધારો જોવા મળી રહ્યો છે. સોલા સિવિલમાં 250 ઓક્સિજન અને 50 વેન્ટિલેટર બેડ ફુલ થઈ ગયા છે. એટલે કે કોરોનાની સ્થિતિ હવે ભયજનક થઈ રહી છે.

દેશના અલગ-અલગ ભાગોમાં કોરોના વાઈરસનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. જેની અસર હવે હોસ્પિટલોમાં પણ જોવા મળી રહી છે અને દર્દીઓને બેડ્સ પણ નથી મળી રહ્યાં. ગુજરાતના અમદાવાદની સૌથી મોટી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થવા દર્દીઓનું વેઈટિંગ ચાલી રહ્યું છે. કોરોનાના સતત વધી રહેલા કેસોને પગલે હોસ્પિટલો હાઉસફૂલ થઈ રહી છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં એમ્બ્યુલન્સની લાઈનો લાગી છે. જેમાં દર્દીઓ સૂઈ રહ્યા છે અને હોસ્પિટલની અંદર બેડ્સ ખાલી થવાની રાહ જોઈ રહ્યાં છે. અમદાવાદની આ સૌથી મોટી કોવિડ હોસ્પિટલમાં 1200 બેડ્સ ફૂલ થઈ ચૂક્યા છે. જેના કારણે દર્દીઓને બહાર રોકી રાખવામાં આવ્યા છે. એવામાં એમ્બ્યુલન્સમાં જ તેમને ઑક્સિજન આપવામાં આવી રહ્યો છે. ત્યારે આજે સોલા સિવિલ હાઉસફુલ થઈ જતા તંત્રની ચિંતામાં વધારો જોવા મળી રહ્યો છે. સોલા સિવિલમાં 250 ઓક્સિજન અને 50 વેન્ટિલેટર બેડ ફુલ થઈ ગયા છે. એટલે કે કોરોનાની સ્થિતિ હવે ભયજનક થઈ રહી છે.

(7:37 pm IST)