Gujarati News

Gujarati News

News of Monday, 12th April 2021

સુરત: મુખ્યમંત્રીનો ફોટો એડિટ કરીને સોશિયલ મીડિયામાં વાયરલ કરનાર ઇન્સ્ટ્રાગ્રામ યુઝર્સ 26 વર્ષિય યુવકની ધરપકડ

સિંગણપોર વિસ્તારમાં રહેતા કિશન રૂપાણીએવીડિયો એડિટ કરીને તેમની છબી ખરાબ કરવાનો પ્રયાસ કર્યો: લોકોમાં ગભરાહટ ફેલાય તેવું કૃત્ય કર્યું :

સુરત : સમગ્ર ગુજરાતમાં કોરોનાએ કાળોકેર વર્તાવ્યો છે. શહેરમાં છેલ્લા ઘણા દિવસોથી મૃતદેહોના આંક હોય કે પછી લોકડાઉન અંગેની ચર્ચા હોય કે બોર્ડની પરીક્ષા હોય તમામ અંગે સમાચાર કરતા બમણી ઝડપે અફવાઓ ફેલાઇ રહી છે. સુરતના કિશન રૂપાણી નામના વ્યક્તિ દ્વારા મુખ્યમંત્રી વિજય ભાઈ  રૂપાણીનો વીડિયો એડિટ કરીને તેમની છબી ખરાબ કરવાનો પ્રયાસ કર્યો છે. લોકોમાં ગભરાય ફેલાય તેવું કૃત્ય કર્યું હોવાનું પોલીસે અવલોકન કરીને ક્રાઇમબ્રાંચ દ્વારા આ આરોપીની ધરપકડ કરી લીધી છે.

સુરતનાં સિંગણપોર વિસ્તારમાં 402 માનસી ફ્લેટમાં રહેતા કિશન અરવિંદ રૂપાણીએ સોશિયલ મીડિયામાં મુખ્યમંત્રી રૂપાણીનો એડિટ કરેલો વીડિયો વાયરલ કર્યો હતો. કિશન રૂપાણી સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ છે. કિશન ઇન્સ્ટાપર ગુજ્જુ સ્માઇલ નામનું પેજ પણ ધરાવે છે. આશરે પાચ લાખ લોકો પણ આ પેજ ફોલો કરે છે. મુખ્યમંત્રીની છબી ખરડાઇ તે માટે ઇરાદાપુર્વક વીડિયો એડિટીંગ કરીને સોશિયલ મીડિયામાં મુક્યો હોવાનું ક્રાઇમબ્રાંચની ટીમે ધ્યાને આવ્યું હતું.

ક્રાઇમબ્રાંચના ટેક્નિકલ ટીમે સોશિયલ મીડિયા મોનિટરિંગ કરીને ઇન્સ્ટાગ્રામ પર એપ્લિકેશન યુઝ કરનારા કિસન રૂપાણી નામના 28 વર્ષીય યુવકની ધરપકડ કરી હતી. કિશન રૂપાણી જેવા સોશિયલ મીડિયા પર ખોટી માહિતી અથવા બદઇરાદા પુર્વક કોઇની છબી ખરડાય તેવો પ્રયાસ કર્યો હોવાનાં કારણે ક્રાઇમબ્રાંચ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. સોશિયલ મીડિયાનો દુરઉપયોગયોગ કોઇ પણ રીતે સાંખી નહી લેવામાં આવે તેવો કડક સંદેશ પોલીસ દ્વારા આપવામાં આવ્યો હતો.

(12:29 am IST)
  • ડાકોર મંદિર આવતીકાલથી બંધ : ડાકોર ટેમ્‍પલ કમીટીએ એક ઠરાવ કરી આવતીકાલથી અચોક્કસ મુદત સુધી ડાકોર મંદિરના દ્વાર દર્શનાર્થીઓ માટે બંધ કરી દેવાયા છે access_time 1:10 pm IST

  • અમદાવાદ સોની મહાજન વેપારીઓ બંધ પાળશે : અમદાવાદ સોની મહાજન વેપારીઓએ ૧૭ અને ૧૮ એપ્રિલના રોજ સ્‍વયંભુ બજાર બંધ રાખવાનો નિર્ણય લીધો છે : સોની મહાજન કારોબારીમાં સર્વાનુમતે આ નિર્ણય લેવાયો access_time 1:10 pm IST

  • ઉત્તર પ્રદેશમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સ્થગિત કરવા ભાજપ સાંસદ કૌશલ કિશોરની માંગ : ચૂંટણી આયોગને લખ્યો પત્ર : કોરોનાએ હાહાકાર મચાવ્યો : અનેક જિલ્લાઓમાં સ્થિતિ ખરાબ : લખનૌમાં લોકડાઉન લાદવું પડે તેવી સ્થિતિ :લખનૌના મોહનલાલ ગંજથી ભાજપના સાંસદે કહ્યું -કોરોના બેકાબુ છે,હજારો પરિવારો ઝપટે ચડ્યા છે,સ્મશાનમાં લાશોના ઢગલા છે,ત્યારે ચૂંટણી નહીં લોકોના જીવ બચાવવા જરૂરી છે access_time 1:13 am IST