Gujarati News

Gujarati News

News of Tuesday, 13th April 2021

ખુટાઆંબા ગામ પાસે ફોર વ્હીલ ગાડી રોંગ સાઈડમાં ચલાવી વાન સાથે અકસ્માત કરતા 3 ને ઇજા કરી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા નજીકના ખુટાઆંબા ગામ નજીક એક ફોર વ્હીલ ગાડીના ચાલકે રોંગ સાઈડમાં ગાડી લાવી સામેની ગાડીને અથાળતા ત્રણ ને ઇજાઓ કરી હતી.
  પ્રાપ્ત માહિતી મુજબ પ્રગ્નેશભાઇ સુરેશભાઈ વસાવા( રહે.ગાગર,તા.નાંદોદ )ની ફરિયાદ મુજબ તે તેમના પરિવાર સાથે પોતાની મારૂતી વાન ગાડી નં - G -22 - A - 2424 લઇ જતા હતા ત્યારે ખુટાઆંબા ગામ પાસે મારૂતી સુઝુકી ગાડી નં - G -19 - M.6351 પુર ઝડપે અને હંકારી રોંગ સાઈડ લાવી તેમની મારૂતી વાન ગાડી સાથે અથડાવી એકસીડન્ટ કરી તેમને તથા તેની પત્ની ટીનાબેન તથા તેમના બાળકને ઇજા કરી હોય રાજપીપળા પોલીસે ગુનો દાખલ કર્યો છે.

(11:14 pm IST)