Gujarati News

Gujarati News

News of Tuesday, 13th April 2021

પતિ ઘર ખર્ચ ન આપતો હોવાની 181 ને ફરિયાદ બાદ નિવારણ

વ્યસની પતિને કાયદાની સમજ આપી તેમજ પત્નીનું પણ કાઉન્સેલિંગ કરી સમસ્યાનું નિરાકરણ કર્યું

(કાર્તિક બાવીશી દ્વારા ) વલસાડના એક ગામમાં રહેતા દંપતી નો ઝગડો 181 અભયમ મહિલા હેલ્પ પાસે આવ્યો હતો. જેમાં પતિ ઘરખર્ચના આપતો હોય અને ખોટી રીતે હેરાન કરતો હોવાની ફરિયાદ પત્નીએ કરતા 181 ની ટીમે તેમની ઘરે પહોંચી સમસ્યાનું નિરાકરણ કરાવ્યું હતું.
વલસાડ તાલુકાના એક ગામમાં રહેતી મહિલાએ 181 પર ફોન કરી જણાવ્યું કે તેના સાત વર્ષ અગાઉ પ્રેમ લગ્ન થયા હતા ત્યારબાદ થોડા સમય પછી તેમના પતિએ તેમના પર ખોટી શંકા રાખી તેમને હેરાન કરવાનું શરૂ કર્યું હતું. તેમના પતિ ખોટા વ્યસને ચડી ગયા હતા અને તમામ ખર્ચ તેમાં જ કરતા તેમજ ઘર ખર્ચ માટે તેઓ પૈસા આપતા ન હતા. જેનાથી તેઓ જ નહીં પરંતુ તેમના ઘરના તમામ સભ્ય હેરાન થઈ જતાં તેમણે આ મામલે અભયમ મહિલા હેલ્પલાઇન ને ફરિયાદ કરી હતી. આ ફરિયાદ મળતા 181 અભયમ મહિલા ની ટીમે તેમના ઘરે પહોંચી વ્યસની પતિને કાયદાની સમજ આપી તેમજ પત્નીનું પણ કાઉન્સેલિંગ કરી સમસ્યાનું નિરાકરણ કર્યું હતું.

(9:04 pm IST)