Gujarati News

Gujarati News

News of Saturday, 13th April 2019

દાહોદના કોંગ્રેસના ઉમેદવાર બાબુ કટારાને ચૂંટણીપંચે નોટીસ ફટકારી

વહેલી તકે હિસાબ આપવા માટે નેશનલ જનતા દળના ઉમેદવાર જગદીશ મેડાને નોટીસ આપી

દાહોદના કોંગ્રેસના ઉમેદવાર બાબુ કટારાને ચૂંટણીપંચે નોટીસ ફટકારી છે. બાબુ કટારાએ ચૂંટણીમાં થતા ખર્ચનો હિસાબ ચૂંટણીપંચને નથી આપ્યો, જેથી વહેલી તકે હિસાબ આપવા માટે નોટીસ ફટકારવામાં આવી છે. આ ઉપરાંત નેશનલ જનતા દળના ઉમેદવાર જગદીશ મેડાને પણ આજ બાબતે ચૂંટણીપંચ દ્વારા નોટીસ આપવામાં આવી છે.

    અત્રે ઉલ્લેખનીય છે કે, ચૂંટણીપંચના નિયમ અનુસાર દરેક ઉમેદવારે ખર્ચનો હિસાબ ચૂંટણીપંચ સમક્ષ રજૂ કરવાનો હોય છે અને જે ઉમેદવારો દ્વાર હિસાબ રજૂ કરવામાં આવ્યો નથી, તે ઉમેદવારોને ચૂંટણીપંચ દ્વારા કડકવલણ આપનાવીને વહેલી તકે હિસાબ આપવા માટે નોટીસ ફટકારવામાં આવે છે

(12:01 am IST)