Gujarati News

Gujarati News

News of Saturday, 13th April 2019

ભટોળ પાસેથી પૈસા તો દૂર તેની ચા પીધી હોય તો પણ ભગવાન મારું નખ્ખોદ કાઢેઃ ગેનીબેન ઠાકોર

કોંગ્રેસમાં એક પણ ધારાસભ્ય, કોંગ્રેસનો નેતા કે કાર્યકર્તા ટિકિટ માટે પૈસા લેતા નથી

કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર સહિત અન્ય પાંચ ધારાસભ્યો પર પરથી ભટોળને ટિકિટ અપાવવા માટે 15 કરોડ રૂપિયા લીધા હોવાના આક્ષેપો બાદ બનાસકાંઠાના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. આ પૈસા લેવાના આરોપોમાં હજુ સુધી કોઈ ધારાસભ્યોના નામ બહાર આવ્યા નથી.

   દરમિયાન ગેનીબેન ઠાકોરે પોતાના પર લાગેલા આક્ષેપોને ખોટા ગણાવતા યાત્રાધામા ઢીમામાં સભાને સંબોધન કરતી વખતે ભગવાનાના સોગંધ ખાધા હતા. ગેનીબેન ઠાકોરે કહ્યું હતું કે, ધારાસભ્યને કે કોઈ બીજાને પૈસાથી ટિકિટ મળતી હોય તો આ દેશના ઉદ્યોગપતિઓ સાંસદ સભ્ય બની ગયા હોત. દાણી, અદાણી સહિત તમામ ઉદ્યોગપતિઓ પાંચ અને દસ હજાર કરોડ ફેંકીને બધા જ સાંસદ સભ્યો ચૂંટી કાઢે. પણ માનવતાથી આપણે રહીએ છીએ. ધરણીધરના ધામમાં આપણે બધા રહીએ છીએ

   ધરણીધરના સોગંધ કોઈ દિવસ ખોટા ખાતા નથી. કોંગ્રેસમાં એક પણ ધારાસભ્ય, કોંગ્રેસનો નેતા કે કાર્યકર્તા ટિકિટ માટે પૈસા લેતા નથી અને જ્યાં સુધી પરથી ભટોળને ટિકિટ આપવાની વાત છે તો કોઈ ધારાસભ્યએ કે મેં પોતે કોઈ દિવસ પરથી ભટોળની ચા પણ પીધી હોય તો ધરણીધર ભગવાન અમારું નખ્ખોદ કાઢે અને અમારા પર જે ખોટા આક્ષેપો કરે છે તેને ભગવાન તું પોગજે.

(11:59 pm IST)