Gujarati News

Gujarati News

News of Saturday, 13th April 2019

વલસાડ બીટીપીના ઉમેદવારે ચૂંટણી લડવા નાણાકીય સહયોગ કરવા ફેસબૂક માધ્યમથી લોકોને અપીલ કરી

ફેસબૂક પેજ ઉપર પોતાનો બીઓબીનો એકાઉન્ટ નંબર આપીને સહયોગ આપવા અપીલ કરી

વલસાડ : લોકસભા ચૂંટણીમાં તમામ પક્ષના ઉમેદવારો સોસીયલ મીડિયાનો ભરપૂર ઉપયોગ કરી રહ્યા છે. પરંતુ સોસીયલ મીડિયાનો ઉપયોગ ચૂંટણી લડવા માટેનો ફાળો એકત્ર કરવા કોઈ ઉમેદવારે ઉપયોગ કર્યો હોય તેવી કદાચ રાજ્યની પ્રથમ ઘટના સામે આવી છે.

  ચૂંટણીનો માહોલ હાલ જામ્યો છે ત્યારે ઉમેદવારો પ્રચાર માટે અનેક તરકીબો અજમાવી રહ્યા છે. પરંતુ વલસાડ લોકસભા બેઠકના BTPના ઉમેદવાર પંકજ પટેલે ચૂંટણી માટે નાણાકીય સહયોગ કરવા લોકોને ફેસબૂકના માધ્યમથી અપીલ કરી છે. પંકજે પોતાના ફેસબૂક પેજ ઉપર પોતાનો બેંક ઓફ બરોડાનો એકાઉન્ટ નંબર જાહેર કરી લોકોને નાણાકીય સહયોગ કરવા અપીલ કરીછે

(7:39 pm IST)