Gujarati News

Gujarati News

News of Saturday, 13th April 2019

સાપુતારામાં ભરબપોરે વરસાદ :ગરમીના પ્રકોપ વચ્ચે અચાનક વાતાવરણમાં પલટો :ઠંકડ પ્રસરી

કમોસમી વરસાદથી ગરમીમાં રાહત :ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું

અમદાવાદ ;રાજ્યમાં કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે ત્યારે દક્ષિણ ગુજરાતના હિલ સ્ટેશન ગણાતા સાપુતારામાં કમોસમી વરસાદ પડ્યો હતો. અચાનક પડેલા વરસાદી ઝાપટાના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી  લોકોએ ગરમીમાં રાહતનો શ્વાસ લીધો હતો. જોકે ખેડૂતોમાં ચિંતાનું મોઝું ફરી વળ્યું હતું.

 

   દક્ષિણ ગુજરાતના પ્રવાસન સ્થળ સાપુતારામાં આજે બપોરના સમયે અચાનક વાતાવરણમાં પલટો થયો હતો. ત્યારબાદ અચાનક કમોસમી વરસાદી ઝાપટું પડ્યું હતું. જેના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. ધગધગતા તાપ વચ્ચે વરસાદી ઝાપટું પડવાથી લોકોએ ગરમીમાં રાહતનો શ્વાસ લીધો હતો.બીજી તરફ ખેડૂતોના શ્વાસ અદ્ધર થઇ ગયા હતા. પોતાના પાકને મોટું નુકસાન થવાની ભીતીના પગલે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું.

(7:28 pm IST)