Gujarati News

Gujarati News

News of Saturday, 13th April 2019

અમદાવાદના લાલદરવાજા પાસે 10 કિલો ચરસના જથ્થા સાથે બે કાશ્મીરી સહીત ત્રણ શખ્શોની ધરપકડ

ક્રાઇમ બ્રાન્ચ અને NCB એ સરદારનગર પાસે વોચ ગોઠવી ઝડપી લીધા :કુપવાદથી લાવીને દરિયાપુરમાં આપવાના હતા

ગ્રેટ---     ફોટો charas

અમદાવાદના લાલ દરવાજા પાસેથી 10 કિલો સાથે બે કાશ્મીરી યુવક સહિત 3ની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. બે કાશ્મીરી યુવક અમદાવાદમાં ડીલ કરવામાં આવ્યું હોવાની માહિતી ક્રાઈમ બ્રાન્ચ ઉપરાંત NCBને મળી હતી. જેથી બંને એજન્સીઓ સરદાર બાગ પાસે વોચમાં ગોઠવાઈ હતી. છેલ્લે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ત્રણેયને ઝડપી 10 કિલો ચરસ કબ્જે કર્યું છે 

   અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે સરદારબાગ પાસે ચરસની ડીલ થવાની છે. જેના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમ વોચમાં ગોઠવાઈ હતી. આ દરમિયાન NCBની ટીમના અધિકારીઓ પણ આરોપીઓને પકડવા સરદાર બાગ પહોંચી હતી.

  આ દરમિયાન બે શખ્સો ચરસની ડીલ કરવા માટે ત્યાં આવીને ઉભા રહ્યાં હતા અને એક અન્ય શખ્સ રિક્ષા લઈને આવ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચ અને NCBના અધિકારીઓએ ત્રણેયને ઝડપી લીધા હતા. પુછપરછમાં બે કાશ્મીરી યુવક (જમીલ અહેમદ બટ્ટ, સબ્બીર અહેમદ ડાર) આ ચરસ કાશ્મીરના કુપવાડાથી લાવી અમદાવાદમાં દરિયાપુરમાં રહેતા હર્ષ શાહને આપવાના હતા.

   આરોપી હર્ષ શાહ દોઢ વર્ષથી ચરસનો ધંધો કરે છે. અગાઉ રસિદ જર્ગર નામના શખ્સ પાસેથી ચરસ ખરીદતો હતો. રસિદ મારફતે આ બંને કાશ્મીરી યુવકોની ઓળખાણ થઈ હતી. કાશ્મીરી યુવકો કાશ્મીરથી અજમેર સુધી ઈનોવા ગાડીમાં આવ્યા હતા. બાદમાં પોલીસને શંકા ન જાય તે માટે ઈનોવા ગાડીને પ્રાઈવેટ પાર્કિંગમાં મુકી ટ્રાવેલ્સમાં અમદાવાદ આવ્યા હતા. પોલીસે 10 કિલો ચરસ કિંમત રૂપિયા 10.15 લાખ, 3 મોબાઈલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.

(7:19 pm IST)