Gujarati News

Gujarati News

News of Saturday, 13th April 2019

તારાપુર-વટામણ હાઇવે પર ટ્રક પાછળ ટ્રેલર ધડાકાભેર અથડાતા ચાલકે ઘટનાસ્થળેજ દમ તોડ્યો

તારાપુર:તારાપુર-વટામણ રોડ ઉપર આવેલા ટોલ ગામ નજીક આજે બપોરના સુમારે ઊભેલી ટ્રકની પાછળ ટેલર ભટકાતા સર્જાયેલા અકસ્માતમાં ટ્રક ચાલકનું મોત થયું હતુ. આ અંગે તારાપુર પોલીસે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી હતી. 

અકસ્માતની મળતી વિગતો અનુસાર યુપીના બછુઆ ગામે રહેતો સલીમખાન મોબીનખાન ખાન પોતાની ટ્રક નંબર જીજે-૧૦,એક્સ-૯૧૫૦ની લઈને તારાપુર-વટામણ રોડ પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે બપોરના એક વાગ્યાના સુમારે ટોલ ગામ નજીક પ્રેશર પાઈપ ફાટી જતાં તેણે ટ્રક ઊભી રાખી હતી અને નીચે ઉતરીને પ્રેશર પાઈપ ચેક કરતો હતો ત્યારે પાછળથી પુરપાટ ઝડપે આવી ચઢેલી ટેલર નંબર આરજે-૦૯, જીએ-૬૧૫૩એ ટક્કર મારતાં સલીમખાનના પેટ તેમજ ગુપ્ત ભાગે ટાયર ફરી વળ્યું હતુ જેમાં ગંભીર ઈજાઓ થતાં તેમને તુરંત જ સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં મોત થયું હતુ. 

(6:28 pm IST)