Gujarati News

Gujarati News

News of Saturday, 13th April 2019

ઉમરેઠ પોલીસે અગાઉ ભાલેજના ગેરેજમાંથી ગેરકાયદે ઝડપી પાડેલ 88 લીટર પેટ્રોલના જથ્થામાં આરોપીની ધરપકડ કરી:જુદી-જુદી કલમ હેઠળ 6 માસની સજાની સુનવણી

ઉમરેઠ: પોલીસે ૧૫ વર્ષ પહેલાં ભાલેજના લ-મી ગેરેજમાંથી ઝડપી પાડેલા ગેરકાયદેસર ૮૮ લીટર પેટ્રોલના કેસમાં ઉમરેઠની અદાલતે આરોપીને આવશ્યક ચીજવસ્તુ ધારાની જુદી-જુદી કલમો હેઠળ તકશીરવાર ઠેરવીને છ માસની સજાનો હુકમ કરતાં કાળા બજારીયાઓમાં ફફડાટની લાગણી પ્રસરી જવા પામી છે. 

પ્રાપ્ત વિગતો અનુસાર ગત ૧૯-૬-૨૦૦૪ના રોજ ઉમરેઠ મામલતદારને એક નનામી અરજી મળી હતી જેના આધારે ભાલેજ ઓપી સ્ટાફ સાથે ભાલેજના ઐયુબખાન હસુખાન પઠાણની માલિકીના લ-મી ઓટો ગેરેજમાં છાપો મારતાં ગેરેજમાંથી ત્રણ કારબામાં ભરેલું ૮૮ લીટર પેટ્રોલ મળી આવ્યું હતુ. જે અંગે તેની પૂછપરછ કરતાં તે કોઈ સંતોષકારક જવાબ આપી શક્યો નહોતો જેથી આ અંગે ઉમરેઠ પોલીસે આવશ્યક ચીજવસ્તુ ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરી હતી અને તપાસ પૂરી કર્યા બાદ ઉમરેઠની કોર્ટમાં ચાર્જશીટ ફાઈલ કર્યું હતુ. આ કેસ પ્રિન્સિપાલ સિવિલ જજ અને જેએમએફસીની કોર્ટમાં ચાલી જતાં ફરિયાદ પક્ષે ઉપસ્થિત સરકાર વકીલની દલિલો તથા રજૂ થયેલા પુરાવાઓને ધ્યાનમાં રાખીને ઐયુબખાન હસુખાન પઠાણને આવશ્યક ચીજવસ્તુ ધારાની કલમ ૩ અને ૭માં છ માસની સાદી કેદની સજા અને ૨૦૦ રૂપિયા દંડ, જો દંડ ના ભરે તો વધુ દશ દિવસની સજાનો હુકમ કર્યો હતો. 

(6:26 pm IST)