Gujarati News

Gujarati News

News of Saturday, 13th April 2019

બારડોલીના બાલદામાં પીવાના પાણીની સમસ્યાથી કંટાળી ગ્રામજનોએ મતદાન બહિષ્કારનું એલાન કર્યું

બારડોલી: તાલુકાનાં બાલ્દા ગામે પીવાનાં પાણીની સમસ્યા ઉભી થતા મતદાનનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારતા સરકારી અધિકારીઓ અને રાજકીય આગેવાનો દોડતા થઈ ગયા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની જાહેર સભામાં બસ પણ ખાલી મોકલી વિરોધ પ્રદર્શિત કર્યો હતો.

બાલ્દા ગામમાં પીવાનાં પાણીની સમસ્યા વિકરાળ બનતી જાય છે. ગામમાં પીવાનાં પાણી માટે કુલ ૧ર જેટલા બોર તથા કુવા આવેલા છે. દર વર્ષે બાલ્દા ગામે તળાવમાં પાણી ભરાતા આખુ વર્ષ પીવાનું પાણી બોર અને કુવાથી મળતુ હતું. તળાવની નજીકમાંથી કાકરાપાર ડાબા કાંઠા નહેર પસાર થાય છે. દર વર્ષે નહેરનાં રોટેશન સમયે તળાવમાં પાણી ભરી રીચાર્જ કરવામાં આવતું હતું. 

(6:20 pm IST)