Gujarati News

Gujarati News

News of Saturday, 13th April 2019

સુરત: ડોક્ટરની બેદરકારી સામે આવી: ઓપરેશન કરી કોટનનું કપડું પેટમાંજ ભૂલી ગયા: 11 મહિના પછી કાઢવામાં આવ્યું

સુરત:આપણે કોઈ ભૂલ કરીએ તે ચાલી જાય કે સમાધાન થઈ શકે પણ ક્યારેક ડોકટરની એક ભૂલ અથવા ઉતાવળ દર્દીનો જીવ જોખમમાં મૂકી દે છે. ઉત્તરપ્રદેશના બનારસની ખાનગી હોસ્પિટલમાં એક યુવાનના ઓપરેશન વેળા ડોકટર લોહી સાફ કરવાનું કોટનનું કપડું તેના પેટમાં જ ભૂલી ગયા હતા. ૧૧ મહિનાથી દર્દથી પીડાતા યુવાનના પેટમાંથી છેવટે આ કપડું સુરતની સ્મીમેર હોસ્પિટલના ડોકટરોએ કાઢયું હતું. 

૧૧ મહિના સુધી દર્દથી પીડાતા સુરતના યુવાનનું સ્મીમેરમાં ઓપરેશન કરી કપડું બહાર કઢાયું ઃ દોઢસો મી.લી પરુ પણ થઇ ગયું હતું

(6:19 pm IST)