Gujarati News

Gujarati News

News of Saturday, 13th April 2019

મહેસાણામાં સગીર વયની દીકરી પર દુષ્કર્મ આચરનાર સાવકા પિતાને અદાલતે ત્રણ વર્ષની સજાની સુનવણી કરી

મહેસાણા: પંથકના એક ગામમાં સાવકા પિતા દ્વારા અઢી વર્ષ પૂર્વે સગીર વયની દીકરી પર દુષ્કર્મ કરવામાં આવ્યું હતું. આ મામલે ભોગ બનનારની માતાએ લાંઘણજ પોલીસ મથકમાં ગુનો નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો. સદર કેસ મહેસાણા પોક્સો કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ હસુમતીબેન મોદીની દલીલો આધારે કોર્ટે આરોપીને તકસીરવાન ઠરાવી ત્રણ વર્ષ કેદ તેમજ રૃા. ૯ હજાર દંડની સજાનો હુકમ કર્યો છે.

આ કેસની હકીકત એવી છે કે આરોપી અશોકજી મેપતાજી ઠાકોરની પત્ની ઘરકામ કરતી હતી. જોકે તેણીએ અશોકજી સાથે બીજા લગ્ન કરેલ હોય તેણીની ૧૧ વર્ષની દીકરીને ઘરે મુકીને તે ઘરકામ કરવા જતી હતી. ત્યારે ભોગ બનનાર દીકરી અને તેનો સાવકો પિતા બન્ને ઘરે એકલા રહેતા હતા. ૨૨ ઓક્ટોબર ૨૦૧૬ ના રોજ ભોગ બનનાર ગભરાયેલી હોઈ તેની માતાએ પુછતા સમગ્ર ઘટના પ્રકાશમાં આવતા ભોગ બનનારની માતાએ આરોપી સામે લાંઘણજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

(6:18 pm IST)