Gujarati News

Gujarati News

News of Saturday, 13th April 2019

વડોદરા આવકવેરા વિભાગે જુદી જુદી જગ્યાએ દરોડા પાડી ઓપરેશન હાથ ધર્યું: લાખોની રકમ ઝડપાઇ

વડોદરા:હાલ ચાલતી આઇપીએલ મેચોના કારણે ખેલાઇ રહેલો સટ્ટો તેમજ લોકસભાની ચૂંટણીને લીધે થતી નાણાંકીય હેરફેરને ધ્યાનમાં રાખીને આવકવેરા વિભાગ સક્રિય થયું છે અને આંગડિયા પેઢીઓ પર ત્રાટક્યું છે. વડોદરા, ગોધરા, અંકલેશ્વર અને સુરતમાં ૧૧ સ્થળે દરોડા પાડયા છે. જેમાં ગોધરામાંથી રૃા.૧૭.૯૦ લાખની રોકડ ઝડપાઇ હોવાનું જાણવા મળ્યું છે. 

આઇપીએલ મેચોના સટ્ટાના હવાલાથી નાણા ચૂકવવા અને ચૂંટણીઓમાં બ્લેકમનીનો વ્યાપક ઉપયોગ થતો હોવાની આશંકાના પગલે આ ઓપરેશન હાથ ધરાયું હતું અને બીજા દિવસે પણ ચાલુ રહ્યું હતું. 

(6:17 pm IST)