Gujarati News

Gujarati News

News of Saturday, 13th April 2019

વડોદરામાં અલગ-અલગ વિસ્તારમાં ઘરફોડ ચોરી કરનાર બે શખ્સોને વારસિયા પોલીસે દબોચ્યા

વડોદરા:શહેરમાં અલગ-અલગ વિસ્તારોમાં ઘરફોડ અને વાહન ચોરી કરતાં બે આરોપીઓને વારસીયા પોલીસે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગેની વિગત એવી છે કે વારસીયા પોલીસે મળેલી બાતમીના આધારે ફતેપુરા ચાર રસ્તા પાસેથી બાઇક લઇને જતા (૧) રાજેન્દ્રસીંગ ઉર્ફે રાજીસીંગ માનસીંગ ટાંક અને (૨) વિજય ઉર્ફે સૂકેલી રમણભાઇ બારિયા (બંન્ને રહે. ભૂંડવાડા વારસીયા) ને શકમંદ હાલતમાં ઝડપી પાડયા હતા. બંન્ને પાસેથી બે મોબાઇલ ફોન તથા ચોરી કરવા માટે વપરાતા સાધનો જેવા કે પકડ, સ્ક્રૂડ્રાઇવર, તલવાર, છરી મળી આવ્યા હતા. 

(6:17 pm IST)