Gujarati News

Gujarati News

News of Saturday, 13th April 2019

અમદાવાદના નવરંગપુરામાં ક્રિકેટ મેચ પર સટ્ટો લેતા શખ્સને પોલીસે બાતમીના આધારે ઝડપી 56 હાજરનો મુદામાલ જપ્ત કર્યો

અમદાવાદ:હાલમાં ચાલી રહેલી આઈપીએલ ક્રિકેટ મેચ પર સટ્ટો લેવાના બે અલગ અલગ બનાવમાં નવરંગપુરામાં ઓફિસમાં સટ્ટો લઈ રહેલા શખ્સની પોલીસે ધરપકડ કરીને રૃ.૫૬,૦૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો.જ્યારે ક્રાઈમ બ્રાંચે કુબેરનગરમાં ક્રિકેટ મેચ પર સટ્ટો લઈ રહેલા ત્રણ શખ્સોને ઝડપી લઈને  રૃ.૩૨,૫૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

નવરંગપુરામાં સી.જી.રોડ સ્થિત સમુદ્ર બિલ્ડીંગના સાતમા માળે આવેલી ઓફિસમાં આઈપીએલની રાજસ્થાન રોયલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે ચાલતી ક્રિકેટ મેચ પર સટ્ટો લેવાતો હોવાની માહિતી પોલીસને મળી હતી. જેને આધારે નવરંગપુરા પોલીસે અહીં દરોડો પાડીને પાલડીમાં રહેતા પ્રતિક જે.શાહ(૩૭)ની ધરપકડ કરી હતી.પુછપરછમાં તેણે સેટેલાઈટમાં રહેતા તેજસ ગોસ્વામીના જણાવ્યા મુજબ લેપટોપ દ્વારા રન ટુ ફોર સેવન સોફ્ટવેરથી ક્રિકેટ સટ્ટો લઈ રહ્યો હોવાનું જણાવ્યું હતું. જેને પગલે પોલીસે તેજસ ગોસ્વામી સામે પણ ગુનો નોંધ્યો હતો. અહીંતી પોલીસે રોકડ રકમ, લેપટોપ અને મોબાઈલ મળીને રૃ.૫૬,૦૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

(6:15 pm IST)