Gujarati News

Gujarati News

News of Saturday, 13th April 2019

અંકલેશ્વર GIDC વિસ્તારમાંથી બાઈક સવાર બે શખ્શો પિસ્તોલ્સ સાથે ઝડપાયા :છ કારતુસ જપ્ત

વડોદરાની આર.આર. સેલે બાતમીના આધારે દબોચી લીધા

વડોદરા આર.આર.સેલને મળેલ બાતમીના આધારે અંકલેશ્વર ખાતે વોચ ગોઠવતા પલ્સર બાઇક ઉપર ૧ પિસ્તોલ અને ૬ જેટલા કારતુસો સાથે જતા બે શખ્શોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

 આ અંગેની વિગત મુજબ વડોદરા આર.આર.સેલની ટીમને મળેલ બાતમીના આધારે પેટ્રોલીંગમાં હતા. દરમિયાન અંકલેશ્વર જિ.આઇ.ડી.સી. કનોરીયાકંપની સામેના રોડ ઉપરથી કોઇ ગર્ભીત કારણોસર પલ્સર બાઇક નં. GJ-06-MC-1400 લઈને જતા બે ઇસમોને રોકી તેમની પુછતાછ કરતા તેમણે તેમના નામ બિરેન્દરસીંગ જરામી૨શીંગ, (૨હે.મીરાનગ૨, અંકલેશ્વર જિ.આઇ.ડી.સી.,જી.ભરૂચ મુળ રહે.દાલનગર તા.બલીયા જિ.લખીમપુ૨ ખીરી (ઉ.પ્ર.) અને રાજશીંગ ઉર્ફે રાજુ સરદાર ઉર્ફે રાજુ સરદાર બાબુરીંગ ગુરૂ, હાલ (રહે.બી/4,કૈલાશપાતિ સોસાયટી,૨ણોલી છી.વડોદરા મુળ રહે.કાબડા કોઠી ગામ. તા .જિ .સંગરૂ૨ (પંજાબ) હોવાનું જણાવ્યું હતું.

પોલીસે તેમની સઘન પુછતાછ કરતા તેમની પાસેથી પિસ્તોલ 1 કિંમત રૂપિયા ૨૫,૦૦૦ કારતુસ નંગ-૦૬ કિમત રૂપિયા ૬૦૦ બજાજ પલસર બાઇક કિંમત રૂપિયા ૫૦,૦૦૦ અને મોબાઇલ નંગ-૦૨ કિમત રૂપિયા ૧૫૦૦ મળી કુલ ૭૭,૧૦૦નો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

(2:32 pm IST)