Gujarati News

Gujarati News

News of Saturday, 13th April 2019

સુરત જિલ્લા કોંગ્રેસમાં વિવાદ :પ્રમુખ જગદીશ પટેલે મહામંત્રી સ્નેહલ શાહને પદ પરથી અચાનક હટાવ્યા

મહામંત્રીએ કહ્યું મને હોદ્દો પ્રદેશ સમિતિએ આપ્યો છયે પ્રમુખને મને દૂર કરવાનો અધિકાર નથી

સુરત જિલ્લા કોંગ્રેસના મહામંત્રીને ચૂંટણીના સમયે હોદ્દા પરથી દૂર કરવામાં આવતા સુરત જિલ્લા કોંગ્રેસમાં મોટો વિવાદ સર્જાયો છે.અહેવાલ મુજબ સુરત જિલ્લા કોંગ્રેસના પ્રમુખ જગદીશ પટેલે સુરત જિલ્લા કોંગ્રેસના મહામંત્રી સ્નેહલ શાહને તાત્કાલીક અસારથી મંત્રી પદથી હટાવી દીધા છે.

 આ  બાબતે જિલ્લા પ્રમુખ જગદીશ પટેલે પોતાના પત્રમાં જણાવ્યું છે કે, વારંવાર સુચનાઓ આપ્યા છતાં પણ સ્નેહલ શાહ દ્બારા પાર્ટીને લગતા મેસેજ કે ફોન તેમની મંજૂરી લીધા વિના જ કાર્યકરોને કરવામાં આવતા હોય છે. આ રીતે વર્તીને તેઓએ પાર્ટીની અંદર વિખવાદ ઉભો કરવાનું કામ કરી રહ્યા છે. એટલા માટે તેઓને હોદ્દા પરથી દૂર કરવામાં આવે છે. તેઓને હોદ્દા પરથી જ દૂર કરવામાં આવ્યા છે. તેમનું પ્રાથમિક સભ્યપદ તો ચાલુ જ રાખવામાં આવ્યું છે.

  આ બાબતે સ્નેહલ શાહે ખૂલાસો કર્યો હતો કે, જિલ્લા મહામંત્રીનો હોદ્દો મને ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિ દ્વારા આપવામાં આવેલો હોદ્દો છે. જેથી જિલ્લા પ્રમુખને મને આ હોદ્દા પરથી દૂર કરવાનો કોઈ પણ અધિકાર નથી.

   અત્રે ઉલ્લેખનીય છે કે, સુરત જિલ્લા કોંગ્રેસમાં પહેલાથી જ આંતરિક કકળાટ અને જુથવાદ પહેલાથી જ ચાલતો આવે છે, કોંગ્રેસના સભ્યો અને હોદ્દેદારો પણ ઘણી વાર જિલ્લા પ્રમુખ જગદીશ પટેલ સામે નારાજગી પણ વ્યકત કરી ચૂક્યા છે. ત્યારે સ્નેહન શાહને મહામંત્રી પદ પરથી દૂર કરવામાં આવતા સ્નેહલ શાહના સમર્થકો અને કાર્યકર્તાઓમાં નારાજગી જોવા મળી છે, જેના કારણે આગામી દિવસોમાં સુરત જિલ્લા કોંગ્રેસમાં ભડકાના એંધાણ દેખાઈ રહ્યા છે.

(1:00 pm IST)