Gujarati News

Gujarati News

News of Friday, 13th March 2020

નરહરિ અમીને આયોજન પંચના ઉપાધ્યક્ષ પદેથી રાજીનામુ આપીને રાજ્યસભા માટે ચૂંટણી ફોર્મ ભર્યું

ભરતસિંહ સોલંકી અને નરહરી અમિન વચ્ચે ભારે ખેંચતાણ થાય તેવી પૂરી સંભાવના

અમદાવાદ : રાજ્યસભાની એક બેઠક માટે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે વિવાદ વકર્યો છે. દર ચૂંટણીની જેમ રાજ્યસભાની આ ચૂંટણી પણ રસાકસીભરી બની ગઈ છે. અભય ભારદ્વાજ અને રમીલાબેન બારા અને શક્તિસિંહ ગોહિલનું રાજ્યસભાના સાંસદ બનવું ફાયનલ છે પણ ભરતસિંહ સોલંકી અને નરહરી અમિન વચ્ચે ભારે ખેંચતાણ થાય તેવી પૂરી સંભાવના છે. નરહરી અમિન પણ કોંગ્રેસનું ગોત્ર ધરાવે છે અને પાટીદાર નેતા છે. ભાજપે માસ્ટર સ્ટ્રોક મારીને કોંગ્રેસી અને પાટીદાર એમ બંને પાસાઓ ધ્યાને રાખીને નરહરી અમીનને ટીકિટ આપી છે

 . ભરતસિંહ માટે પણ આ ચૂંટણી આકરી પરીક્ષા સાબિત થશે. ભરતસિંહે હાઈકમાન્ડ પર દબાણ કરીને આ સાંસદની સીટ મેળવી છે. જો તેઓ વિજેતા ન થયા તો તેમની કારકીર્દીને ગ્રહણ લાગી જશે. નરહરી અમીન માટે પણ આ ચૂંટણી એ કરો યા મરો જેવી છે. જેઓ હાલમાં આયોજન પંચના ઉપાધ્યક્ષ હતા. જેઓએ આ પદ પરથી રાજીનામું આપીને ચૂંટણી માટે ફોર્મ ભર્યું છે. આમ જીત પહેલાં એક મહત્વનો હોદ્વાનો તો તેઓએ ત્યાગ કરવો પડ્યો છે. જેઓ આ ચૂંટણી હાર્યા તો ન ઘરના ના ઘાટના થઈ જશે.

 

(1:31 pm IST)