Gujarati News

Gujarati News

News of Friday, 13th March 2020

ધારાસભ્યોના બળવાના એંધાણથી કોંગ્રેસે ઉમેદવાર બદલ્યાં : નીતિન પટેલના પ્રહાર

કોંગ્રેસનો જૂથવાદ અને આંતરિત લડાઇનો ભાજપને ફાયદો થશે

ગાંધીનગરઃ ડે.સીએમ નીતિન પટેલે ફરી એક વખત કોંગ્રેસ પર પ્રહાર કર્યા છે, કહ્યું કે કોંગ્રેસ પાસે ગુજરાતમાં ખોવા જેવું કંઇ નથી, તેમ છંતા ધારાસભ્યોના બળવાખોર વલણને કારણે રાજ્યસભાના ઉમેદવાર બદલવા પડ્યાં છે, શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકી કોંગ્રેસના રાજ્યસભાના ઉમેદવારો છે,

 અગાઉ રાજીવ શુક્લા ગુજરાતમાંથી રાજ્યસભા લડવાના હતા, પરંતુ કોંગ્રેસના 40 જેટલા ધારાસભ્યોની માંગ હતી કે બંને ઉમેદવારો ગુજરાતમાંથી જ હોય, જેથી શુક્લાની જગ્યાએ ભરતસિંહ સોલંકીને મુકવા પડ્યાં છે, નીતિન પટેલે કહ્યું કે કોંગ્રેસનો જૂથવાદ અને આંતરિત લડાઇનો ભાજપને ફાયદો થશે, રાજ્યસભામાં ભાજપના 2 ઉમેદવારોને સ્પષ્ટ જીત મળશે, સાથે જ તેમને કહ્યું કે ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખનું પદ બદલવાની પણ વાત ચર્ચાઇ રહી છે, જે સાબિત કરે છે કે કોંગ્રેસમાં બધુ બરાબર નથી.

મધ્યપ્રદેશમાં જ્યોતિરાદિત્ય સિંધીયા કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા છે, સાથે જ 22 ધારાસભ્યોએ રાજીનામા આપી દીધા છે, તેના પર પર કટાક્ષ કરતા નીતિન પટેલે કહ્યું કે હવે કોંગ્રેસનો સફાયો થયો છે, કોંગ્રેસના મોટા નેતાઓ પક્ષ છોડી રહ્યાં છે અને એક સમયે કોંગ્રેસ વિખેરાય જશે, મધ્યપ્રદેશમાં કોંગ્રેસની કમલનાથ સરકાર મુશ્કેલીમાં છે, તેના પર પણ નીતિન પટેલ કટાક્ષ કર્યો છે.

(12:12 pm IST)