Gujarati News

Gujarati News

News of Friday, 13th March 2020

પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીના હસ્તે સાંસ્કૃતિક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં અગ્રેસર રહેનાર SGVP હોસ્ટેલના વિદ્યાર્થીઓ અને દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયના ઋષિકુમારોનું સન્માન

 અમદાવાદ તા.૧૩ આધુનિક યુગમાં ઉત્તમ ક્ક્ષાના શિક્ષણ સાથે પ્રસાર માધ્યમો દ્વારા પીરસાતા પાશ્ચાત જીવન ધોરણની બદીઓ બાળકુમાર અવસ્થામાં ન પ્રવેશે તે માટે SGVP વિદ્યા સંકુલમાં સંસ્કારસભર શિક્ષણ સાથે દેવભાષા સંસ્કૃત અને અંગ્રેજી ભાષાનો સમન્વય સધાયો છે.

    વેદથી માંડીને આચાર્ય કક્ષાના સંસ્કૃત માધ્યમના ૨૦૦ ઋષિકુમારો યજ્ઞ, વેદ, મંત્રગાન, સંધ્યાવંદન, યોગ, ધ્યાન, વ્યાયામ, સંગીત અને અંગ્રેજી શિક્ષણ સાથે કમ્પ્યુટર (C-DAC)ની તાલીમ મેળવી રહ્યા છે ત્યારે અંગ્રેજી માધ્યમના ૫૦૦ વિદ્યાર્થીઓ પણ વૈદિક પ્રાર્થના, યજ્ઞવિધિ અને પૂજા વિધિમાં આદરથી જોડાય છે. બંને વિભાગમાં સંતો દ્વારા સંસ્કાર લક્ષી - ધાર્મિક વર્ગો ચલાવાય છે

    ચાલુ વરસે વિવિધ સાંસ્કૃતિક, શૈક્ષણિક સ્પર્ધાઓમાં ભાગ લેનારા તેમજ ધાર્મિક પરીક્ષામાં અગ્રેસર રહેનાર નીચેના SGVP હોસ્ટેલના વિદ્યાર્થીઓ અને સંસ્કૃત મહાવિદ્યાલયના ઋષિકુમારોને પૂ. બાલકૃષ્ણદાસજી સ્વામીના હસ્તે શૈક્ષણિક કીટ અર્પણ કરવામાં આવી હતી.

વિદેશ યાત્રાએ પધારેલ પૂ.માધવપ્રિયદાસજી સ્વામીએ અગ્રેસર રહેનાર તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છા સાથે આશીર્વાદ આપ્યા હતા.

ઋષિકુમારોમાં -- વિભાગઃ૧ શાસ્ત્રી કક્ષા () દવે તેજસ () પંડ્યા પ્રતિક () દવે લખન ( ) પાઠક મીત () જોષી હર્ષ

વિભાગ.૨ ધો.૧૧- ()જોષી યશ ().મહેતા હર્ષ ()પંડ્યા કેયુર ()પંડયા શિવમ

વિભાગ ૩ ધો.૧૦ () જોષી સુજન () જોષી કુલદિપ () મહેતા કશ્યપ

વિભાગ ૪ ધો. () બારૈયા સત્યમ () ત્રિવેદી ધૈર્ય ()પનોત પાર્થ 

SGVP હોસ્ટેલના વિદ્યાર્થીઓમાં - પ્રથમ વિભાગ ()મુંગરા પ્રીન્સ ()પટેલ કુશલ ()ભૂકાન યુવરાજ ()ખાવડ મિહિરદીપ () ડોબરિયા એવિન્સ

વિભાગ૨. ()જોષી આસુતોષ () મકવાણા શૌર્ય ()ઢોલરિયા હરિકૃષ્ણ () સેંજલિયા મૃષદ

() ઠાકોર દિગ્વિજય

વિભાગ ૩. () વેકરિયા મૌનાંક ()ભૂવા સ્મિત ()કોરવાડિયા દિપ ()પટેલ ક્રિશ ()મિસ્ત્રી દેવ

    દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયના ઋષિકુમારોને તાલીમ આપનાર સ્વામી યજ્ઞવલ્લભદાસજી શુકવલ્લભદાસજી સ્વામી અને ઉદય ભગત અને અંગ્રેજી વિભાગમાં મુરલીધરભાઇ અને દિપેનભાઇનું પણ સન્મા્ન કરવામાં આવેલ.

(12:06 pm IST)