Gujarati News

Gujarati News

News of Friday, 13th March 2020

વિરમગામ DCM કોંલેજના NSSના બે વિદ્યાર્થીઓને મેડલથી સન્માનિત કરાયા

વિરમગામ NSS યુનિટના 10 વોલિંટિયારોએ ગુજરાત યુનિવર્સિટી દ્વારા આયોજિત ઇન્ટર કોલેજ કેમ્પમા ભાગ લીધો

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા ) વિરમગામ:વિરમગામની દેસાઈ ચંદુલાલ મણીલાલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના  NSS યુનિટના 10 વોલિંટિયારોએ ગુજરાત યુનિવર્સિટી દ્વારા આયોજિત ઇન્ટર કોલેજ કેમ્પમા ભાગ લીધો હતો  ફૂલાજીના મુવાડા,(તા. કપડવંજ, જી. ખેડા)  ખાતે યોજાયેલ કેમ્પમાં સાંકોડિયા વિષ્ણુભાઈ રંગોળી સ્પર્ધામાં દ્વિતિય અને સાપરા સીતારામે રમતમાં દ્વિતિય સ્થાન પ્રાપ્ત કર્યું હતુ. બંને સ્પર્ધકોને ટ્રોફી અને મેડલ ઉપરાંત તમામ વોલોન્ટિયરોને સર્ટિફિકેટ અને મેડલથી યુનિવર્સિટીના NSS વિભાગે સન્માનિત કર્યા હતા. જે બદલ કોલેજ પરિવાર શુભેચ્છાઓ પાઠવી હતી.

(9:25 pm IST)