Gujarati News

Gujarati News

News of Tuesday, 13th March 2018

કારની અડફેટે આવતા બે વિદ્યાર્થીઓના મોત

જુદા જુદા અકસ્માતોમાં નવના મોત

અમદાવાદ,તા. ૧૩ : બાવળાના રામનગર પાટિયા પાસે કારની અડફેટે આવતા બે વિદ્યાર્થીઓના મોત નિપજ્યા છે. ઘટનાની વિગત મુજબ ડ્રાઇવરે કાબુ ગુમાવતા કારે બંનેને અડફેટે લઇ લીધા હતા જેમાં એકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું જ્યારે અન્ય વિદ્યાર્થીને હોસ્પિટલમાં લઇ જવાતા ઇજાના કારણે મોત થયું હતું. બીજી બાજુ ધોરણ ૧૦માં ૯૩ ટકા લાવનાર વિદ્યાર્થીએ હિંમતનગરમાં આપઘાત કરી લેતા સનસનાટી મચી ગઈ છે. ધોરણ ૧૨ની પરીક્ષાના આગલા દિવસે જ આ વિદ્યાર્થીએ આપઘાત કર્યો હતો. અકસ્માતના જુદા જુદા બનાવોમાં  કુલ નવના મોત ૨૪ કલાકમાં થયા છે. વઢવાણ નજીક રામપરા ખોલડિયાદ રોડ પર બનેલા કાર અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે જ્યારે પંચમહાલ જિલ્લામાં ઝાલોદ નજીક ટ્રક અને બુલેરો ટકરાતા ચાર લોકોના મોત થયા છે જ્યારે બાવળામાં કારની અડફેટે આવતા બે વિદ્યાર્થીના મોત થયા છે.

 

(10:56 pm IST)
  • આજથી 88 વર્ષ પહેલા 12 માર્ચના ઐતિહાસિક દિવસે મહાત્મા ગાંધીએ અમદાવાદના સાબરમતી આશ્રમથી દાંડીકૂચ કરી બ્રિટિશ શાસનના પાયા હચમચાવી નાંખ્યા હતા. જેમાં દાંડી ખાતે ગાંધીજીએ ચપટી મીઠું ઉપાડીને કાયદો તોડીને સત્યાગ્રહ કરતા લોકજુવાળ ભભુકી ઉઠ્યો હતો. આજ દિવસે ગાધીએ સપથ લીધા હતા કે ‘કાગડા-કૂતરાના મોતે મરીશ પણ સ્વરાજ લીધા વિના પાછો નહીં ફરું' access_time 10:02 am IST

  • કોલેજના કલાસમાં ઘુસી વિદ્યાર્થીએ લેકચરરને ૩ ગોળી ધરબી દીધી: હરીયાણાના સોનીપતમાં એક વિદ્યાર્થીએ પિપલીની સરકારી કોલેજમાં ઘુસીને સરાજાહેર લેકચરર ઉપર ૩ ગોળીઓ ધરબી દેતા લોહીલોહાણ હાલતમાં મૃત્યુ નિપજેલ છે : આ સ્ટુડન્ટ ભાગી ગયો છે, ભારે ભય ફેલાયો છે access_time 3:39 pm IST

  • રાજસ્થાનની ચૂંટણી જીતવા કોંગ્રેસે બુથ મેનેજમેન્ટનો મોટો પ્લાન બનાવ્યોઃ લોકસભાની ચૂંટણી સમયે પણ ઉપયોગ કરવા સંભવ : 'શકિત' નામના ડીજીટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરી પક્ષના કાર્યકર્તાઓ અને મતદારોના આંકડા મેળવાશે access_time 4:26 pm IST