Gujarati News

Gujarati News

News of Tuesday, 13th March 2018

સુરતના ઉમરાગામના વિદ્યાર્થીઓ ઘોડા ઉપર બેસીને પરીક્ષા આપવા પહોંચ્યા

વિદ્યાર્થીઓનો ઉત્સાહ જોઈને ઘોડાના માલિકે તાલીમ પામેલા ઘોડા પાસે હાર પહેરાવડાવીને શુભકામનાઓ આપી

સુરતનાં ઉમરાગામના ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં ભણતા વિદ્યાર્થી કૃપેશ ઉમરીગર અને યશ પટેલ ઘોડા પર પરીક્ષા આપવાં સ્થળ પર પહોચ્યા હતાં. પરીક્ષાના ભારથી હળવાશ અનુભવી વિદ્યાર્થીઓનો ઉત્સાહ જોઈને ઘોડાના માલિક ગિરીશ ઉમરીગરે તાલીમ પામેલા ઘોડા પાસે જ હાર પહેરાવડાવીને શુભકામનાઓ પણ આપી હતી. પરીક્ષા સેન્ટર સુધી પહોચેલા આ વિદ્યાર્થીઓને જોઈને અન્ય વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ પણ ચોંકી ગયા હતા.

 

(11:02 pm IST)