Gujarati News

Gujarati News

News of Tuesday, 13th March 2018

ડીસામાં તેલીયારાજા સામે ઓછા વજનની રાવ કરનાર યુવકે લમધાર્યો

તેલના ડબ્બામાં વજન ઓછું નીકળતા ગ્રાહકે ફરિયાદ કરતા માર માર્યો

બનાસકાંઠાના ડીસામાં તેલના વજનમાં ગોલમાલ કરીને તેલિયા રાજાઓ લોકોને છેતરી રહ્યા હોવાનું બહાર આવ્યું છે જેમાં તેલનું ઉત્પાદન કરનારાઓ જાણીતી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને ઓછું તેલ આપી રહ્યા હોવાનો આક્ષેપ કરાયો છે.
   ડીસામાં ગ્રાહકને શંકા જતાં તેમણે વજન કરાવ્યું. જેમાં 15 કિલોના ડબ્બામાંથી 14.5 કિલો જ તેલ નીકળ્યું હતું. એટલું જ નહીં તેલના ડબ્બાના વજન સામે સવાલો ઉઠાવનારા યુવકને માર મારવામાં આવ્યો હતો. આથી આ મામલે ડીસા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે

(11:00 pm IST)