Gujarati News

Gujarati News

News of Tuesday, 13th March 2018

સુરતમાં ૩પ દિવસમાં પેમેન્ટ ચૂકવી દેવાનો વાયદો કરીને રૂૂ.૮૪ લાખની છેતરપિંડી કરનાર પિતા વિલાસરામ જાજુની ધરપકડઃ પુત્ર આકાશ નાસી ગયો

સુરતઃ કાપડની ખરીદી માટે ૩પ દિવસમાં પેમેન્‍ટ ચૂકવી આપવાનું કહીને નાણાં ન ચૂકવનાર પિતા-પુત્ર સામે ફરિયાદ બાદ પોલીસે પિતાની ધરપકડ કરી લીધી છે. જ્યારે પુત્ર નાસી છૂટતા તેની શોધખોળ હાથ ધરી છે.

કાપોદ્રા ચાર રસ્તા ક્રિષ્ના ઈન્ડસ્ટ્રીયલ ઍસ્ટેટમાં સીયરા ટેક્સટાઈલ પાવરલુમ્સ કારખાનેદાર પાસેથી ૩૫ દિવસમાં પેમેન્ટ ચૂકવી આપવાના વાયદે વેટલેસ્ટ ગ્રે કાપડનો માલ ખરીદ્યા બાદ રૂ. ૮૪ લાખની ઠગાઈ કરનાર ઘોડદોડ રોડ વિસ્તારમાં રહેતા ચીટર જાજુ પિતા પુત્ર પૈકી પિતા વિલાસરામ જાજુની પોલીસે ધરપકડ કરી છે. જયારે પુત્ર આકાશ ભૂગર્ભમાં નાસી ગયો છે.

મોટા વરાછા યમુના ચોક રીવરહેવન ખાતે રહેતા પ્રશાંતકુમાર ધરમશી પટેલ કાપોદ્રા ચાર રસ્તા પાસે ક્રિષ્ના ઈન્ડસ્ટ્રીયલ ઍસ્ટેટમાં સીયરા ટેક્સટાઈલના નામે કારખાનું ધરાવે છે. પ્રશાંતકુમાર પાસેથી ૧૮મી જાન્યુઆરી ૨૦૧૭ના રોજ આકાશ વિલાસરામ જાજુ અને તેના પિતા વિલાસરામ જાજુ (રહે, ઘોડદોડ રોડ સૂર્યકિરણની ગલીમાં, મેઘધનુષ ઍપાર્ટમેન્ટ) મોટી મોટી વાતો કરી વિશ્વાસમાં લઈ ૩૫થી ૪૫ દિવસમાં પેમેન્ટ ચૂકવી આપવાનો વાયદો કરી રૂ. ૧,૧૫,૧૨,૪૦૭નો વેટ્લેસ્ટ નામનો કાપડનો માલ ખરીદ્યો હતો. જાકે ચીટર જાજુ પિતા પુત્રઍ વાયદા પ્રમાણે પેમેન્ટ નહીં ચૂકવતા પ્રશાંતકુમારે ઉઘરાણી શરૂ કરી હતી. જેમાં ટુકડે ટુકડે કરી ૩ લાખ ચૂકવ્યા હતા જયારે રૂ. ૧૬,૭૬,૭૮૩ હવાલો પાડ્યો હતો. ત્યારબાદ પ્રશાંતકુમાર બાકીના લેવાના નીકળતા રૂ. ૮૩,૯૯,૯૨૪ની અવાર નવાર ઉઘરાણી કરતા અલગ અલગ બેન્કના ચેકો આપ્યા હતા જે ચેક પ્રશાંતકુમારે તેમના બેન્ક ખાતામાં જમા કરાવતા રિર્ટન થયા હતા. પ્રશાંતકુમારને ખ્યાલ આવી ગયો હતો કે જાજુ પિતા-પુત્ર દ્વારા તેમની પાસેથી કાપડનો માલ ખરીદ્યા બાદ ઠગાઈ કરવામાં આવલી છે જેથી પિતા-પુત્ર સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ આરોપી વિલાસરામ જાજુઍ તેની સામે ગુનો દાખલ ન થાય તે માટે કાપોદ્રા પોલીસ પર ભારે દબાણ કર્યું હતું પરંતુ કાપોદ્રા પીઆઈ ઍન.ડી.સોલંકી દબાણમાં ન આવી ચીટર પિતાપુત્ર સામે ગુનો દાખલ કર્યો હતો અને ઝડપી પાડવા માટે તેના ઘરે તપાસ હાથ ધરી વિલાસરામ જાજુને ઝડપી પાડ્યો હતો જયારે આકાશ ભૂગર્ભમાં નાસી ગયો હોવાથી હાથમાં આવયો ન હતો.

પાવરલુમ્સના કારખાનેદાર પાસેથી ૮૪ લાખનો કાપડનો માલ લીધા બાદ પેમેન્ટ નહીં ચૂકવી ઠગાઈ કરનાર આકાશ જાજુ ક્રિકેટ મેચ પર સટ્ટો રમવાનો ભારે શોક ધરાવે છે. ક્રિકેટના સટ્ટામાં લાખો રૂપિયા ગુમાવ્યા છે. સૂત્રોનું માનીએ તો આકાશ જાજુઍ પોતાના ક્રિકેટ મેચ પર સટ્ટો રમવાના સહિતના મોજશોખ પૂરો કરવા તેમજ બુકીઓને પૈસા ચૂકવવા માટે મિત્રો પાસેથી કોઈના કોઈ બહાને લાખો રૂપિયા હાથ ઉછીના લીધા બાદ તેમની સાથે પણ ઠગાઈ કરી છે. આકાશ સામે આગામી દિવસોમા અન્ય ગુના દાખલ થાય તો નવાઈ નહીં.

(8:11 pm IST)
  • 'મેરી સબસે ફેવરીટ માધુરી દીક્ષિત કે સાથ' : બોલીવુડ કલાકાર જેકી શ્રોફે માધુરી દીક્ષિત સાથે તો પોતાનો ફોટો ટ્વિટર ઉપર મુકી આવી નોંધ કરી છે access_time 3:39 pm IST

  • મે-ર૦૧૯ સુધી આધારકાર્ડની જરૂરીયાતનો સુપ્રિમ કોર્ટ મુલત્વી રાખેઃ અત્યારે જીએસટી જેવી અંધાધુંધ પરિસ્થિતિ પ્રવર્તે છે! સુબ્રમણ્યમ સ્વામીનો વધુ એક વિસ્ફોટ access_time 11:29 am IST

  • નેપાળના પ્રેસિડેન્ટ તરીકે વિદ્યાદેવી ભંડારી ફરી વખત ચૂંટાઈ આવ્યા:2015ની સાલમાં નેપાળના સૌપ્રથમ મહિલા પ્રેસિડન્ટ બન્યા બાદ બીજી ટર્મમાં પણ જંગી બહુમતીથી ચૂંટાઈ આવ્યા. access_time 6:24 pm IST