Gujarati News

Gujarati News

News of Tuesday, 13th March 2018

રાજ્યસભાના ઉમેદવારોની પસંદગી પાછળ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નેતાઓનું કોઇ અસ્તિત્વ ન રહ્યું: રાહુલ ગાંધીઅે મોટા માથાને કદ પ્રમાણે વેતરી નાખતા રાજકીય ગરમાવો

ગાંધીનગરઃ વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ રાહુલ ગાંધીઅે પ્રદેશ કોંગ્રેસના નેતાઓનું કોઇ અસ્તિત્વ ન હોય તેવી રીતે કદ પ્રમાણે વેતરી નાખતા રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે.

ઉમેદવારોની પસંદગી ટીમ રાહુલે કરી જેના કારણે પ્રદેશના પાંચ નેતાઓ મનબોળ તૂટી ગયાં છે.  રાજ્યસભાનાં ઉમેદવારોની પસંદગીમાં પણ કોંગ્રેસનો કકરાટ કાયમીની જેમ જોવા મળ્યાં છે. અમી યાજ્ઞિકનો કોંગ્રેસની મહિલા પાંખે જ વિરોઘ નોંધાવ્યો તો નારણ રાઠવાં પોતાના ડોક્યુમેન્ટ પુરા ન કરી શકતાં ચર્ચામાં રહ્યાં  પણ રાજ્યસભામાં માટેના આ બન્ને નામ પ્રદેશ કોંગ્રેસનાં નેતાઓ માટે આશ્વર્યજનક રહયાં હતાં. કારણ કે ઉમેદવારોની પસંદગી મામલે ભરતસિંહ સોલંકી, શક્તિસિંહ  ગોહિલ, અર્જુન મોઠવાડિયા, સિદ્ધાર્થ પટેલ, તુષાર ચૌધરી સહિત આ પાંચમાંથી એક પણ નેતાની વાત હાઈકમાન્ડે સાંભળી નથી. વિધાનસભાની ચૂંટણીમાં શક્તિસિંહ ગોહિલ, અર્જુન મોઠવાડિયા, સિદ્ધાર્થ પટેલ, તુષાર ચૌઘરીની કારમી હાર થઈ છે તો પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલકીં ચૂંટણી લડ્યા ન હતા અને આ તમામ નેતાઓની રાજ્યસભામાં જવાના અભરખાં હતાં પરતું હાઈકમાન્ડે તેમાંથી નેતાની વાતને ગણકારી નહીં. પ્રદેશ નેતાઓ તો ઠીક પરતું કોંગ્રેસનાં સુત્રોની માનીએ તો પ્રભારીની પણ વાતને હાઈકમાન્ડે નજરઅંદાજ કરીને રાહુલ ગાંધીની પસંદ પ્રમાણે જ ઉમેદવાર મુકવામાં આવ્યાં છે. રાજ્યસભા માટે પ્રદેશ નેતાઓ ખુબ લોંબીગ કર્યું. તો અંતિમ સમય સુધી રાજ્યસભાનાં ફોર્મ પણ તૈયાર રાખ્યા હતાં પરતું હાઈકમાન્ડની સામે એક પણ નેતા વિધાનસભાની ચૂંટણીમાં હાર બાદ અવાજ ન ઉઠાવી  શક્યાં ત્યારે કોંગ્રેસના ઉમેદવારનો સફળતાં પૂર્વક જીતાડવા પ્રદેશ નેતાઓ કેવી રણનીતી ધડે છે તે જોવુ રહ્યું.

કોંગ્રેસના રાજ્યસભાના ઉમેદવારોની પંસદગી 2019ની લોકસભાની ચુંટણી માટે ખાસ ફાયદાકારક નિવડે તેવુ હાલનાં તબક્કે દેખાતું નથી. અમીબેન યાજ્ઞિકે કોંગ્રેસનાં સંગઠનમાં કામ નથી કર્યુ  તો નારણ રાઠવાના પરીવારને કોંગ્રેસ દ્રારા વધારે મહત્વ આપતાં અન્ય આદિવાસીઓ અને સ્થાનિક નેતાઓ પણ કોંગ્રેસથી નારાજ ચાલી રહ્યાં છે.

રાજ્યસભાની ચૂંટણી માટે કોંગ્રેસે તમામ અટકળો વચ્ચે નારણ રાઠવા અને અમી યાજ્ઞિકને ટિકીટ તો ફાળવી દીધી છે પરંતુ આગામી લોકસભાની ચૂંટણીને લઇને કોંગ્રેસની આ રણનીતિની સફળતા અંગે ખુદ કોંગ્રેસમાં જ ગણગણાટ શરૂ થયો છે. ભાજપના ઉમેદવારો પુરૂષોત્તમ રુપાલા અને મનસુખ માંડવિયાએ જ્યારે રાજ્યસભાનું ફોર્મ માટે ઉમેદવારી નોંધાવી ત્યારે ભાજપના હજારો કાર્યકર્તા તેમને ટેકો આપવા ઉપસ્થિત હતા. બીજી તરફ કોંગ્રેસે  અમદાવાદ કે ગાંધીનગર જિલ્લાનાં એક પણ કાર્યકર્તાને ફોર્મ ભરતી વખતે ઉત્સાહ વધારવા માટે બોલાવાયા ન હતા.

કોંગ્રેસ દ્વારા પસંદ કરાયેલા ઉમેદવાર અમી યાજ્ઞિક રાજ્યસભામાં જવા માટે જ કોંગ્રેસમાં જોડાયા હતા. અગાઉની રાજ્યસભાની ચૂંટણી વખતે પણ તેમને ટિકીટ આપવાની હતી પરંતુ શક્ય ન બન્યું. સંગઠનમાં કે કોંગ્રેસ પક્ષમાં કોઈ ખાસ યોગદાન ન આપનાર અમીબેનને રાજ્યસભામાં લઈ જતાં કોંગ્રેસ માટે કામ કરતા મહિલા કાર્યકર્તાઓ નારાજ થયા છે. અમીબેનની પસંદગી પાછળ કપીલ સિબ્બલ અને આનંદ શર્માનો હાથ હોવાનું ચર્ચાઇ રહ્યું છે પરંતુ સ્થાનિક કક્ષાએ અમીબેનની કોઈ મજબુત પકડ ન હોવાથી લોકસભામાં કોંગ્રેસને કોઈ ફાયદો દેખાતો નથી.

બીજી તરફ નારણ રાઠવા ધારાસભ્ય, સાંસદ અને કેન્દ્રમાં પ્રધાન પણ રહી ચૂક્યા છે. તેમનો પુત્ર પણ નગરપાલીકાનો પ્રમુખ હતો અને તેમના પત્નીને પણ નગરપાલિકાની ટિકીટ આપવામાં આવી હતી. આથી કોંગ્રેસ દ્વારા અવારનવાર રાઠવા પરિવારને પ્રાધાન્ય અપાતા સ્થાનિક આદિવાસી નેતાઓ નારાજ થયાં છે. આદિવાસી વિસ્તારમાં અન્ય નવો ચહેરો જો રાજ્યસભામાં લાવવામાં આવ્યો હોત તો કોંગ્રેસ માટે ફાયદાકારક બની રહેત.

વિધાનસભાની ચૂંટણી હોય કે રાજ્યસભાની ઉમેદવારોની પસંદગી થાય એટલે દર વખતે કોંગ્રેસના કાર્યકર્તાઓના મનોબળ તૂટે છે અને સંગઠનમાં મોટા ગાબડા પડે છે ત્યારે આ વખતે રાજ્યસભાના ઉમેદવારોની પસંદગીથી કોંગ્રેસને આગામી સમયમાં ફાયદો થાય છે કે નુકસાન તે જોવું રહ્યું

(8:06 pm IST)
  • છત્તીસગઢના સુકમા જિલ્લામાં એક મોટો નક્સલવાદી હુમલો થયો છે. આ હુમલામાં, આઠ સીઆરપીએફના જવાનો શહીદ થયા છે. સુકમા જિલ્લાના કાસ્તરામ વિસ્તારમાં આ હુમલો થયો હતો. આ બ્લાસ્ટ્સ, લેન્ડમાઇન દ્વારા કરવામાં આવ્યો છે. આ દરમિયાન, માઓવાદીઓ અને સુરક્ષા કર્મચારીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું હતું, જેમાં છ જવાનો ઘાયલ થયા છે, એમાંથી 4 જવાનોની હાલત ગંભીર ગણાવામાં આવી રહી છે. access_time 2:26 pm IST

  • PNBના 12000 કરોડ રૂપિયાથી વધુના ગોટાળા કેસના મુખ્ય આરોપી નીરવ મોદી હોંગકોંગમાંથી પોતાનો વ્યવસાય સમેટવાની ફિરાકમાં છે. તપાસ એજન્સીઓ હોંગકોંગ પહોંચે તે પહેલા નીરવ મોદી હોંગકોંગમાં પોતાનો વ્યવસાય બંધ કરવામાં લાગ્યા છે. નીરવ મોદીની ફાયરસ્ટાર ઈન્ટરનેશનલ પ્રાઈવેટ લમિટેડની હોંગકોંગમાં પણ મોટો બિઝનેસ ધરાવે છે access_time 10:03 am IST

  • ભારતના ‘આઈસ મેન' તરીકે ઓળખતા ચેવાંગ નોર્ફેલ દ્વારા 1987માં ભારતનો પ્રથમ ‘આર્ટિફિશિયલ ગ્લેશિયર' (કૃત્રિમ હિમપર્વત) બનાવાયો હતો. તેમણે અત્યાર સુધીમાં 17થી વધુ ‘આર્ટિફિશિયલ ગ્લેશિયર બનાવ્યા છે. તેમની આ ઉપલબ્ધિ માટે તેમને 2015માં દેશના ચોથા સર્વશ્રેષ્ઠ નાગરિક સન્માન પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા. આ દ્વારા તેમણે લદાખની પાણીની સમસ્યા ઉકેલી હતી access_time 10:03 am IST