Gujarati News

Gujarati News

News of Tuesday, 13th March 2018

પીસીબીની ટીમે વોચ ગોઠવીને નવ મહિનાથી નાસતા ફરતા બુટલેગર પ્રદીપને રંગે હાથે ઝડપ્યો

વડોદરા:તડીપારના હુકમની બજવણી ના થાય તે હેતુસર નવ મહિનાથી નાસતા ફરતા બૂટલેગરને પીસીબીની ટીમે વોચ ગોઠવીને ઝડપી પાડયો છે. નામચીન બૂટલેગર પ્રદિપને ૧૧ વખત પાસા થઇ છે.

આ અંગેની વિગત એવી છે કે, વાઘોડિયા રોડની પરિવાર સોસાયટીમાં રહેતા નામચીન બૂટલેગર પ્રદિપ ઉર્ફે જાડિયો ઠાકોરભાઇ ઠક્કરની વિરૃધ્ધ ગત ૧૬-૬-૨૦૧૭ના રોજ તડીપારનો હુકમ થયો હતો. આ હુકમની બજવણી ના થાય તે હેતુસર બૂટલેગર પ્રદિપ ઠક્કર નાસતો ફરતો હતો.

દરમિયાનપીસીબીને માહિતી મળી હતી કે, પ્રદિપ ઉર્ફે જાડિયો ઘરે આવ્યો છે. જેથી પીસીબીના ઇન્ચાર્જ પીઆઇ એચ.એમ. વ્યાસે પ્રદિપ ઉર્ફે જાડિયાને ઘરે જઇને ઝડપી પાડયો હતો, અને તડીપારના હુકમની આગળની કાર્યવાહી માટે પ્રદિપને પાણીગેટ પોલીસને સુપરત કરવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે પ્રદિપ ઉર્ફે જાડિયા વિરૃધ્ધ અગાઉ પ્રોહિબિશન, લૂંટ જેવા ગંભીર ગુનાઓ નોધાયા છે. એક પીએસઆઇની હત્યાની કોશિશ કરવાનો ગુનો પણ પ્રદિપ વિરૃધ્ધ નોધાયો છે. આરોપી અગાઉ ૧૧ વખત પાસા હેઠળ રાજ્યની જુદી જુદી જેલોમાં જઇ આવ્યો છે.

(6:28 pm IST)