Gujarati News

Gujarati News

News of Tuesday, 13th March 2018

ધનસુરા-મોડાસાની શિકા ચોકડી નજીક ટ્રક પલ્ટી મારતા આગ ભભૂકી

ધનસુરા:ધનસુરા-મોડાસા રોડ પર આવેલ શીકા ચોકડી પાસે ગત રાત્રી દરમિયાન માલ સામાન ભરેલી ટ્રક પલ્ટી ખાઈ જતાં ટ્રકમાં આગ ભભૂકી ઉઠી હતી ત્યારે રોડ પર લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા.

શીકા ચોકડી પર સોમવારની વહેલી સવારના પરોઢીયે ટ્રક રોડની સાઈડમાં પલ્ટી ખાઈ ગઈ હતી.ત્યારે માલ સામાન ભરેલી ટ્રકમાં એકાએક આગ ભભૂકી ઉઠી હતી. ત્યારે મોડાસા ફાયર ફાયટરને જાણ કરતાં ફાયર ફાયટર ઘટના સ્થળે આવી પહોંચી આગને કાબુમાં લીધી હતી.

ટ્રકમાં આગ લાગતાં ધુમાડાના ગોટેગોટા નીકળતાં આજુબાજુના લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા.જોકે ઘટનામાં ટ્રક પલ્ટી ખાઈ જતાં ચાલક ઈમરાન હાજી રહે.સીલખો, જી.મેવાડ નાઓને શરીરે ઈજાઓ થતાં વાત્રક હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.જયારે રોડ હાઈવે પર ઘટના બનતાં ટ્રાફીક જામના દ્દશ્યો સર્જાયા હતા.ધનસુરા પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી જઈ ટ્રાફીક હળવો કરાવ્યો હતો.

(6:17 pm IST)
  • સપાના સુપ્રીમો અખિલેશ યાદવને મોટો આંચકોઃ રાજયસભા સાંસદ નરેશ અગ્રવાલ ભાજપમાં જોડાયા : ફિલ્મમાં કામ કરનારને ટિકિટ આપી જયારે પાર્ટીના નેતાની ટિકિટ કાપીઃ જયા બચ્ચનને રાજયસભાના ઉમેદવાર બનાવતા અગ્રવાલના આકરા પ્રહાર access_time 12:55 pm IST

  • ઈન્ડિગોએ તેની ૩૨૦ એરબસના ૯ વિમાનો ઉડ્ડયનમાંથી દૂર કર્યાઃ ૪૭ ફલાઈટો રદ થઈઃ અમદાવાદથી લખનૌ જતા પ્લેનનું એન્જીન હવામાં બંધ થઈ જતા : ઈન્ડિગો અને ગો-એર પાસે એ-૩૨૦ નીયો સિરીઝના ૧૧ વિમાનોઃ હવે આ બધા વિમાનમાં નવા એન્જીન લગાડાશેઃ ઉડાન ભર્યા પછી અથવા હવામાં એન્જીનો એની મેળે બંધ થઈ જતા હતા access_time 11:28 am IST

  • કોલકતામાં ક્રિકેટર મોહમ્મદ શમીની પત્ની હસીન જહાંની પત્રકારો સાથે ઉદ્ધતાઇ : વીડીયો કેમેરો તોડી નાખ્યો : શમી અંગે પ્રશ્નો પૂછતા ઉશ્કેરાઇ ગઇ access_time 3:40 pm IST